જેકલીન ફર્નાન્ડીઝનું નવું સમન્સ જાહેર, 14 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થશે

જેકલીન (Jacqueline Fernandez)ની અપીલ બાદ દિલ્હી પોલીસે તેને નવું સમન જાહેર કર્યું છે, હવે 14 સપ્ટેમ્બરે અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવશે.

જેકલીન ફર્નાન્ડીઝનું નવું સમન્સ જાહેર, 14 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થશે
Jacqueline Fernandez
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 12, 2022 | 5:16 PM

જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) હાલમાં કાયદાના ચોપડામાં ફસાયેલી છે. હાલમાં મની લોન્ડ્રિંગ મામલે કોર્ટના ચક્કર લગાવી રહી છે. સોમવારના રોજ દિલ્હી પોલીસ (Delhi Police) જેકલીનની પુછપરછ કરવાની હતી. આ મામલે હવે એક મોટું અપટેડ સામે આવ્યું છે. બોલિવુડ અભિનેત્રી જેકલીને કોઈ કારણોસર તેની પુછપરછ માટે રીશેડ્યુલ કરવાની અપીલ કરી હતી. જેના પર કોર્ટે હવે ઈન્વેસ્ટિગેશનને સોમવાર 12 સપ્ટેમ્બરના રોજ ટાળી બુધવાર 14 સપ્ટેમ્બર કર્યું છે. હવે દિલ્હી પોલીસ 14 સપ્ટેમ્બરના રોજ અભિનેત્રી માટે સમન્સ (summons) જાહેર કર્યું છે. જે હેઠળ જેકલીન 14 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થશે.

જેકલીન ફર્નાન્ડિસને દિલ્હી પોલીસે પાઠવ્યું સમન્સ

જેકલીન ફર્નાન્ડીઝને દિલ્હી પોલીસે કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના ખંડણી કેસમાં તપાસમાં જોડાવા માટે સમન્સ પાઠવ્યું છે. પૂછપરછની આ પ્રક્રિયા આજે એટલે કે 12 સપ્ટેમ્બરે જ થવાની હતી. પરંતુ, અભિનેત્રી તેના કેટલાક અંગત કામના કારણે આજે હાજર રહી શકી ન હતી. આથી તેમને નવું સમન્સ મોકલવામાં આવ્યું છે.

 

 

 

જેકલીનનું નામ EDની ચાર્જશીટમાં હતું

જે બાદ હવે (EOW)એ અભિનેત્રીને વધુ સમય આપ્યા વગર બુધવારે હાજર થવા માટે કહ્યું છે. જણાવી દઈએ કે EDની ચાર્જશીટમાં જેકલીનનું નામ મની લોન્ડરિંગ કેસમાં સંપૂર્ણ રીતે સામેલ હતું. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે, જેકલીન સુકેશના તમામ કારનામાથી સારી રીતે વાકેફ હતી. તેમ છતાં તેણે સુકેશ સાથે આર્થિક વ્યવહાર ચાલુ રાખ્યો હતો.

EOWએ ઘણા દિવસો સુધી એક્સટેન્શન આપ્યું ન હતું

જો રિપોર્ટ્સનું માનીએ તો આ ત્રીજી વખત છે, જ્યારે દિલ્હી પોલીસે જેકલીનને સમન્સ જાહેર કર્યું છે. (EOW)ના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, જેકલીન 12 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે મંદિર માર્ગ સ્થિત EOWની ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવાની હતી, પરંતુ તેના એક દિવસ પહેલા તેણે કહ્યું કે, તે હાજર થઈ શકશે નહીં. કારણ પૂછવા પર અભિનેત્રીએ કામની થોડી વ્યસ્તતા જણાવી. જેકલીનની ફિલ્મો ‘એટેક’ અને ‘બચ્ચન પાંડે’ કંઈ ખાસ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. હવે જોવાનું એ રહેશે કે બોલિવૂડની આ આવનારી ફિલ્મો કેવું પ્રદર્શન કરે છે.