‘બેશરમ રંગ’ ગીતમાંથી હટાવ્યો દીપિકા પાદુકોણનો સ્વિમસૂટનો સીન, ખૂબ જ રિવીલિંગ હતો અવતાર

|

Jan 05, 2023 | 9:50 PM

ફિલ્મ પઠાનના (Pathaan) વિવાદાસ્પદ ગીત બેશરમ રંગ ગીતમાં જોરદાર ફેરફાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગીતમાંથી દીપિકા પાદુકોણનો સ્વિમસૂટ સીન કટ કરી દેવામાં આવ્યો છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન આ મહિને 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.

બેશરમ રંગ ગીતમાંથી હટાવ્યો દીપિકા પાદુકોણનો સ્વિમસૂટનો સીન, ખૂબ જ રિવીલિંગ હતો અવતાર
Deepika Padukone
Image Credit source: Instagram

Follow us on

છેલ્લા ઘણા દિવસોથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ‘ પઠાન’ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’રિલીઝ થયા બાદ ઘણા લોકોએ દીપિકાની કેસરી બિકીની સામે વાંધો ઉઠાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘બેશરમ રંગ’ ગીતમાંથી દીપિકાના કેટલાક શોટ્સ કટ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીએફસીએ ગીતમાં એક્ટ્રેસના ગોલ્ડન સ્વિમસૂટ સીનને કટ કરી દીધા છે. લોકોના મત મુજબ દીપિકા આ ​​કોસ્ચ્યુમમાં ખૂબ જ રિવિલિંગ લાગી રહી હતી. તેથી મેકર્સે ફિલ્મના ગીતમાંથી આ સીનને કટ કરી નાખવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે બેશરમ રંગ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયાથી લઈને નેતાઓ અને ઘણા ધાર્મિક ગુરુઓ તેના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા. ગીતમાં તેની કેસરી બિકીનીના કારણે એક્ટ્રેસ પર લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. આ પછી લોકોએ તેને માફી માંગવા અને મેકર્સને ફિલ્મમાં ફેરફાર કરવા કહ્યું હતું. એટલું જ નહીં, શાહરૂખ અને દીપિકાને એવી ધમકી પણ મળી હતી કે જો આવું નહીં થાય તો તેઓ આ ફિલ્મને તેમના રાજ્યમાં રિલીઝ નહીં થવા દે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગીત રિલીઝ થયા બાદ ફિલ્મને પણ બોયકોટ કરવાની માંગણી કરવામાં આવી છે. આ જ કારણ છે કે ઘણા એવા રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે કે ફિલ્મની રિલીઝ ડેટમાં પણ ફેરફાર કરવામાં આવશે. પરંતુ હજુ સુધી આ વિશે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ ગીત જોયા પછી ધમકી આપી હતી કે તેઓ આ ફિલ્મને રાજ્યમાં રિલીઝ થવા દેશે નહીં.

બેશરમ રંગ ગીતની વાત કરીએ તો ગીત ભલે વિવાદોમાં ઘણું ટ્રોલ થયું હોય, પરંતુ તેમાં દીપિકા પાદુકોણના સિઝલિંગ પર્ફોર્મન્સે લોકોને દિવાના બનાવ્યા હતા. સોશિયલ મીડિયા પર જ્યાં ઘણા લોકોએ આ ગીતમાં દીપિકાના ડાન્સ મૂવ્સ પર વાંધો ઉઠાવ્યો હતો તો કેટલાક લોકોને તે એટલું પસંદ આવ્યું કે તે ટ્રેન્ડ થવા લાગ્યું. લોકોમાં આ ગીતનો ઘણો ક્રેઝ જોવા મળે છે.

ફિલ્મ વિશે વાત કરીએ તો દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન આ મહિને 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મના પહેલા ગીતમાં ફેરફાર જોયા બાદ લોકોના કેવા રિએક્શન સામે આવશે તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે.

Published On - 9:49 pm, Thu, 5 January 23

Next Article