કોવિડના કારણે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંતની ‘Gehraiyaan’ની રિલીઝ ડેટ બદલાઈ, જાણો હવે ફિલ્મ ક્યારે થશે સ્ટ્રીમ?

|

Jan 05, 2022 | 2:19 PM

દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર ફિલ્મ 'ગહેરાઈયા' (માટે દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મના 6 પોસ્ટર એકસાથે સામે આવ્યા છે. કોવિડ-ઓમીક્રોમની સ્થિતિ બાદ ફિલ્મની રિલીઝ ડેટ વધુ લંબાવવામાં આવી છે.

કોવિડના કારણે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંતની Gehraiyaanની રિલીઝ ડેટ બદલાઈ, જાણો હવે ફિલ્મ ક્યારે થશે સ્ટ્રીમ?
Poster release of Gehraaiyaan

Follow us on

દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર ફિલ્મ ‘ગહેરાઈયા’ (GEHRAIYAAN) માટે દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મના 6 પોસ્ટર એકસાથે સામે આવ્યા છે, જેમાં દીપિકા પાદુકોણ (Deepika Padukon) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvadi) એકદમ નજીક જોવા મળે છે. એક પોસ્ટરમાં દીપિકા અને સિદ્ધાંત કિસ કરતા જોવા મળે છે. તો બીજી તરફ અનન્યા પાંડે અને ધેર્ય કરવા પણ અન્ય પોસ્ટરમાં જોવા મળી રહી છે.

ચાહકો એમેઝોન પ્રાઇમ વિડિયોની રજુઆત ‘ગેહરાઈયા’ (GEHRAIYAAN) વિશે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ તેને જોવા માટે ચાહકોએ થોડી રાહ જોવી પડશે. ખરેખર, આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. પરંતુ કોવિડ-ઓમીક્રોમની સ્થિતિ બાદ ફિલ્મની રિલીઝ ડેટ વધુ લંબાવવામાં આવી છે. દીપિકા પાદુકોણની આ ફિલ્મ હવે 11 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ થશે.

Plant in pot : ઘઉંના જવારા ઉગાડવા અપનાવો આ ટીપ્સ
Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?
અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે

દીપિકા-સિદ્ધાંતની ‘Gehraiyaan’ આજના યુવાનોની ‘મૂંઝવણો’ દર્શાવે છે

તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણના જન્મદિવસના ખાસ અવસર પર ફિલ્મના કેટલાક નવા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. શકુન બત્રા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ આજના યુગમાં થતા પ્રેમ વિશે વાત કરે છે. તેથી, ત્યાં, યુવાનોના જીવન અને તેમના સંબંધોમાં જટિલતાઓને સારી રીતે દર્શાવવામાં આવી છે.

દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટા પરથી આ પોસ્ટર્સ શેર કરતાં લખ્યું- ‘આ ખાસ દિવસે તમારા બધા માટે ગિફ્ટ. તમારી ધીરજ અને પ્રેમ માટે.’ દીપિકા પાદુકોણ, સિદ્ધાંત અને અનન્યા પાંડે ઉપરાંત, આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા સિદ્ધાંત રાની મુખર્જી અને સૈફ અલી ખાન સાથે ફિલ્મ ‘બંટી બબલી 2’માં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. પરંતુ દર્શકોએ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરી.

 

આ પણ વાંચો: Career Tips: માર્કેટિંગ મેનેજરની ભારતમાં છે ખૂબ માંગ, ધોરણ 12 અને ગ્રેજ્યુએશન પછી કરો આ કોર્સ

આ પણ વાંચો: IIT JAM admit card: IIT JAM એડમિટ કાર્ડ આજે નહીં થાય જાહેર, જાણો ક્યારે અને કેવી રીતે કરવું ડાઉનલોડ

Published On - 12:50 pm, Wed, 5 January 22