Deepika Padukone Pathaan Teaser: શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘પઠાન’માં દબંગ રોલમાં જોવા મળશે દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો

|

Jun 19, 2022 | 8:34 PM

શાહરૂખ ખાનની (Shahrukh Khan) ફિલ્મ ‘પઠાન’ના (Pathaan) ટ્રેલરની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ ટ્રેલર નહીં પણ નાનું ટીઝર રિલીઝ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

Deepika Padukone Pathaan Teaser: શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાનમાં દબંગ રોલમાં જોવા મળશે દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો
Deepika-Padukone

Follow us on

શાહરૂખ ખાનની (Shahrukh Khan) ફિલ્મ ‘પઠાન’માં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ એસઆરકેની સાથે લીડ રોલમાં જોવા મળશે. પઠાન ચોક્કસપણે બોલિવૂડની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે, જેની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની ઓફિશિયલ જાહેરાત 2 માર્ચના રોજ ટૂંકા ટીઝર વીડિયો સાથે કરવામાં આવી હતી. હવે YRF એટલે કે યશ રાજ ફિલ્મના ઓફિશિયલ હેન્ડલ પરથી દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથેનું આ ફિલ્મનું ટીઝર પોસ્ટ કરીને ફરી એકવાર ફેન્સને યાદ અપાવવામાં આવ્યું છે કે તેમની ફિલ્મ “પઠાન” (Pathaan) ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

ખૂબ જ રસપ્રદ છે આ ટીઝર

વીડિયોમાં આપણે દીપિકાને આ કહેતા જોઈ શકીએ છે કે “તેણી પાસે નામ રાખવાવાળું પણ કોઈ હતું નહીં. જો કંઈ હતું, તો આ એક દેશ.”

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

અહીં વીડિયો જુઓ

રવિવાર જૂન 19ના રોજ પ્રોડક્શન હાઉસ યશ રાજ પ્રોડક્શન્સ એટલે કે વાયઆરએફએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોન્ચ કરેલા ટીઝર વીડિયોમાંથી દીપિકા પાદુકોણની એક સ્નિપેટ શેયર કર્યા પછી ફેન્સને રાહ જોવી મુશ્કેલ થઈ ગઈ છે. ફેન્સ આ ટીઝરના કેમેન્ટ સેક્શનમાં જોરદારથી માંગ કરી રહી છે કે તેમને હવે આ ફિલ્મનું ટ્રેલર બતાવવામાં આવે.

ફેન્સ જોઈ રહ્યા છે ટ્રેલરની રાહ

નેટીઝન્સે દીપિકાના ટીઝર પર કોમેન્ટ કરતાં લખ્યું કે, “હવે રાહ જોઈ શકતા નથી, કૃપા કરીને ટ્રેલર રિલીઝ કરો.” તો એક લખે છે કે “ટ્રેલર લોન્ચ કરદો યાર પ્લીઝ” એક યુઝરે નિર્માતાઓને સલાહ આપતા લખ્યું છે કે “કૃપા કરીને આવતી 25મી જૂન 2022ના રોજ #Pathanનું ટ્રેલર અથવા પોસ્ટર અપલોડ કરો કારણ કે આ દિવસે #Srk બોલિવૂડમાં તેના 30 વર્ષ પૂરાં કરે છે.” પરંતુ પઠાનનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે તે વિશે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

પાંચ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી છેલ્લી ફિલ્મ

શાહરૂખ ખાન આવતા વર્ષે ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે કારણ કે તેની ત્રણ ફિલ્મો 2023માં રિલીઝ થવા જઈ રહી છે. 2023માં રિલીઝ થનારી ફિલ્મોમાં શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ હશે ‘પઠાન’ સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. અગાઉ 2019માં સિદ્ધાર્થે વાયઆરએફ માટે સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ આપી હતી. હૃતિક રોશન અને ટાઇગરની ‘વોર’નું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું. શાહરૂખ પઠાનથી પાંચ વર્ષ પછી મોટા પડદે પરત ફરી રહ્યો છે કારણ કે તેની છેલ્લી રિલીઝ ઝીરો 2018માં આવી હતી.

Next Article