ક્રિકેટર KL Rahulએ આથિયા શેટ્ટી સાથેના સંબંધોને કર્યા જાહેર, બર્થ ડે પર તસવીર પોસ્ટ કરી લખ્યુ આ…

રાહુલની આ પોસ્ટનો જવાબ આથિયા શેટ્ટીએ પણ આપ્યો છે, તેણે વ્હાઇટ હાર્ટ અને ગ્લોબલ વર્લ્ડની ઇમોજી મૂકી છે. આટલું જ નહીં, અનુષ્કા શર્માએ આ પોસ્ટ પર હાર્ટ ઇમોજી સાથે કોમેન્ટ પણ કરી છે.

ક્રિકેટર KL Rahulએ આથિયા શેટ્ટી સાથેના સંબંધોને કર્યા જાહેર, બર્થ ડે પર તસવીર પોસ્ટ કરી લખ્યુ આ...
Cricketer KL Rahul confirms his relationship with actress Athiya Shetty on her birthday
| Edited By: | Updated on: Nov 06, 2021 | 9:04 AM

બોલિવૂડ અને ક્રિકેટ જગતનો લાંબો અને ઊંડો સંબંધ છે. બંને એવા ક્ષેત્રો છે જ્યાં નામ અને પૈસા બંનેનું વર્ચસ્વ છે. બોલિવૂડના કેટલાક મોટા સેલેબ્સ ક્રિકેટરોની નજીક હોવાના અહેવાલો આવતા રહે છે. કેટલીક અફવાઓ હોય છે તો કેટલીક વાત સાચી હોય છે, પરંતુ તાજેતરમાં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી વચ્ચેના સંબંધો અંગેના સમાચારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

ઘણા સમયથી રાહુલ અને આથિયા વિશે મીડિયામાં ઘણા સમાચાર આવતા હતા. બંનેને સાથે પણ જોવામાં આવ્યા છે પરંતુ આ બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે વાત કરી નથી. પરંતુ ક્રિકેટર કેએલ રાહુલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આથિયા શેટ્ટી સાથેની એક તસવીર શેર કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકીને આ સમાચારને સાચા સાબિત કર્યા છે.

ગયા શુક્રવાર, 5 નવેમ્બરે સુનીલ શેટ્ટીની પુત્રી આથિયાનો જન્મદિવસ હતો અને તે આ દરમિયાન દુબઈમાં હાજર હતી. તેના જન્મદિવસ પર ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ પણ રમાઈ હતી. આથિયા આખી મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહી હતી અને ભારતીય ટીમની સાથે કેએલ રાહુલને ચીયર કરી રહી હતી. રાહુલે મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી અને તે પછી બંનેએ સાથે મળીને આથિયાનો જન્મદિવસ ઉજવ્યો હતો. રાહુલે આ સેલિબ્રેશનની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

પોતાની અને આથિયાની એક સાથેની તસવીર શેર કરતા રાહુલે લખ્યું, “જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ માય લવ, તેની સાથે હાર્ટ ઇમોજી પણ મૂક્યું છે. આ પહેલીવાર છે જ્યારે બંનેએ જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે. તેમના સંબંધોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.

રાહુલની આ પોસ્ટનો જવાબ આથિયા શેટ્ટીએ પણ આપ્યો છે, તેણે વ્હાઇટ હાર્ટ અને ગ્લોબલ વર્લ્ડની ઇમોજી મૂકી છે. આટલું જ નહીં, અનુષ્કા શર્માએ આ પોસ્ટ પર હાર્ટ ઇમોજી સાથે કોમેન્ટ પણ કરી છે. આ પોસ્ટ પર તેના સાથી ક્રિકેટર હાર્દિક પંડ્યા, સાનિયા મિર્ઝા, સયામી ખેર, અહાન શેટ્ટી જેવા ઘણા મોટા સેલેબ્સે આ પોસ્ટમાં કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો –

દેશમાં Cash Less સિસ્ટમની રચનાના પ્રયાસો વચ્ચે આર્થિક વ્યવહારોમાં વિક્રમી વધારો, લોકો પાસે 28.30 લાખ કરોડ રૂપિયા કેશ પડયા છે

આ પણ વાંચો – 

T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના નસિબનો ફેંસલો શનિવારે થશે, જીત બાદ સમિફાઇનલની આવી છે ફોર્મ્યૂલા

આ પણ વાંચો –

પાકિસ્તાન-સિંધના મુખ્યમંત્રીને હોળી દિવાળી વચ્ચેનો ફરક ખબર નથી, દિવાળી પર હોળીની શુભેચ્છા પાઠવવા બદલ થયા ટ્રોલ

Follow Us