કોંગ્રેસ નેતાએ વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું, કહ્યું – હવે ‘માફી ફાઈલ્સ’ બનશે

|

Dec 07, 2022 | 10:02 AM

કોંગ્રેસ નેતાએ બોલિવૂડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીને નવું નામ આપ્યું છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે તેમને 'નગરમાં નવા માફીવીર' તરીકે ઓળખાવ્યા છે.

કોંગ્રેસ નેતાએ વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું, કહ્યું - હવે માફી ફાઈલ્સ બનશે
Vivek Agnihotri
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી હાઈકોર્ટના જજ પર ટિપ્પણી કરતા દિલ્હી હાઈકોર્ટ સંબંધિત અપરાધિક અપમાનના કેસમાં મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા. અગ્નિહોત્રીએ એફિડેવિટ દ્વારા તેમના નિવેદન માટે બિનશરતી માફી માંગ્યા પછી, હાઈકોર્ટે તેમને હાજર થવા કહ્યું.

વિવેક અગ્નિહોત્રીની માફી માગ્યા પછી કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે તેમને ‘નગરમાં નવા માફીવીર’ ગણાવ્યા છે અને ‘માફી ફાઇલ્સ’ બનાવવાની માંગ કરી છે. ધ કાશ્મીર ફાઈલ્સની તર્જ પર, ફિલ્મ નિર્માતાનું નામ લીધા વિના તેને ટ્વીટમાં કટાક્ષ કર્યો છે. વિનાયક દામોદર સાવરકરના ટીકાકારોએ અંગ્રેજો માટે તેમની દયાની અરજીને કારણે તેમને ‘માફીવીર’ કહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સુપ્રિયા શ્રીનાતે ટ્વિટમાં લખ્યું છે કે, શહેરમાં એક નવો ક્ષમાવીર આવ્યા છે. નફરતી ચિન્ટુએ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી, પછી જાણવા મળ્યું કે તેણે કોર્ટની સામે ખોટું બોલ્યું કે તેણે ટ્વીટ ડિલીટ કરી દીધી છે. ડિલીટ ખરેખર ટ્વિટર દ્વારા કરવામાં આવ્યું હતું. એક માફી ફાઇલ્સ બનવી જોઈએ.

ટ્વિટ માટે લેખિત માફી જાહેર કરી હતી

ફિલ્મ નિર્માતાએ ટ્વિટ માટે લેખિત માફી જાહેર કરી હતી, જેના પર દિલ્હી હાઈકોર્ટે તેમના વકીલને પૂછ્યું હતું કે, શું તેમને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવામાં કોઈ મુશ્કેલી છે. તેમના વકીલે રજૂઆત કરી હતી કે, તેમના સોગંદનામામાં, વિવેક અગ્નિહોત્રીએ બિનશરતી માફી માંગી હતી અને એ પણ જણાવ્યું હતું કે, તેણે જજ વિરુદ્ધની ટ્વીટ ડિલીટ કરી દીધી છે. એમિકસ ક્યુરીએ કોર્ટને જાણ કરી હતી કે રજૂઆત ખોટી હતી અને તે ટ્વિટરે ટ્વીટને હટાવી દીધું હતું.

તમને જણાવી દઈએ કે, 2018માં વિવેક અગ્નિહોત્રીએ ગૌતમ નવલખાને જામીન આપ્યા બાદ જસ્ટિસ એસ મુરલીધર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવતા અનેક ટ્વિટ કર્યા હતા. જસ્ટિસ મુરલીધર તે સમયે દિલ્હી હાઈકોર્ટના સીટિંગ જજ હતા અને હાલમાં ઓરિસ્સા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. જે બાદ ડાયરેક્ટર સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અગ્નિહોત્રીએ પાછળથી કેટલીક ટ્વીટ્સ ડિલીટ કરી દીધી હતી, જ્યારે અન્યને થ્રેડ પર બ્લોક કરી દેવામાં આવી હતી.

Next Article