The Kerala Story Controversary : વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘The Kerala Story’ આ દિવસોમાં ખૂબ જ વિવાદમાં છે. આ ફિલ્મમાં કેરળની 4 મહિલાઓની વાર્તા દર્શાવવામાં આવી છે જેઓ ISISમાં જોડાવા માટે ઇસ્લામ સ્વીકારે છે. હવે આ સમગ્ર મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCએ ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાનું કહ્યું છે. ફિલ્મને 10 કટ સાથે ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મના 10 સીન બદલવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : The Kerala Story: ‘ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને જીતો 1 કરોડ’ , શશિ થરૂરે આપી આ ચેલેન્જ
આ સાથે જ ચૂંટણી પંચે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા આંકડાઓના દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવા કહ્યું છે. તે જ સમયે, ફિલ્મમાંથી એક ડાયલોગ હટાવી દેવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકા પણ પાકિસ્તાનના માધ્યમથી તેમને પૈસાની મદદ કરે છે. આ સિવાય ફિલ્મનો અન્ય એક ડાયલોગ હટાવી દેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘કમ્યુનિસ્ટ પાર્ટી હિંદુ ધાર્મિક વિધિઓને મંજૂરી નથી આપતી’.
સેન્સર બોર્ડે ફિલ્મને ‘કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા’ના નામમાંથી ‘ભારતીય’ શબ્દ હટાવવા માટે પણ કહ્યું છે. બીજી તરફ સીબીએફસીએ જે સીન્સને હટાવવાનું કહ્યું છે. તેમાં સૌથી મોટા સીનમાં કેરળના પૂર્વ મુખ્યમંત્રીનો ઈન્ટરવ્યુ સામેલ છે.
‘ધ કેરાલા સ્ટોરી’નું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહના પ્રોડક્શન હેઠળ અને સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કેરળની ચાર મહિલાઓની વાર્તા દર્શાવવામાં આવી છે, જેઓ ISISમાં જોડાવા માટે ઇસ્લામ સ્વીકારે છે. ફિલ્મનું ટ્રેલર અને ટીઝર રીલિઝ થયા બાદથી જ આને લઈને ભારે રાજનીતિ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા જેવા રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો છે.
ફિલ્મના વિતરણને લઈને રાજકીય પક્ષોએ વાંધો ઉઠાવ્યો છે. આ પક્ષોનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા કેરળની છબી નેગેટિવ રીતે બતાવવામાં આવી રહી છે. તાજેતરમાં, CPI-M અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે કેરળમાં ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો