Sushant Singh Rajput Prediction Truth: બોલિવૂડના રાઈઝિંગ સુપરસ્ટાર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી દરેક લોકો હજુ પણ દુખી છે. તેના ફેન્સ આજે પણ તેને ખૂબ જ મિસ કરે છે કારણ કે તે માત્ર એક સારો એક્ટર જ નહીં, પરંતુ એક જીનિયસ પણ હતો. તે એકેડેમિકમાં પણ સારો હતો અને એક્ટિંગની સાથે સિગિંગનો પણ શોખીન હતો. એક્ટરે એક સમયે ભવિષ્યવાણી કરી હતી કે આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સનો એજ્યુકેશનમાં સમાવેશ કરવામાં આવશે. હવે હાલના બજેટમાં આ બંને કોર્સને એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન્સમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને સુશાંતનું પ્રિડિક્શન સાચી સાબિત થઈ રહી છે.
વર્ષ 2023નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કર્યું હતું. આ બજેટમાં તેમણે શિક્ષણ ક્ષેત્રે કેટલાક મોટા ફેરફારો કર્યા હતા. આ ફેરફારો સમયની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. હવે બધું એડવાન્સ થઈ રહ્યું છે. ટેક્નોલોજીના સ્તર પર લોકોની સ્વીકૃતિ વધી છે. આવામાં હવે દેશની ટોપ ઈન્સ્ટીટ્યૂશન્સમાં AI અને રોબોટિક્સ જેવા કોર્સનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. બજેટની વાત કરીએ તો આ મોદી સરકારના બીજા કાર્યકાળનું ફાઈનલ બજેટ હતું, જે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2019માં દેશની એજ્યુકેશન સિસ્ટમ પર વાત કરી હતી અને તેના ફ્યૂચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સુશાંતે કહ્યું હતું કે આવનારા સમયમાં સ્કૂલમાં કોડિંગને ફરજિયાત વિષય તરીકે સામેલ કરવામાં આવશે. સુશાંતનું માનવું હતું કે નર્સરીમાં ભણતા 65% બાળકો આવનારા સમયમાં આવી ટેક્નોલોજી પર કામ કરશે, જેની હજુ સુધી શોધ પણ નથી થઈ.
આ પણ વાંચો : રણવીર-આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ભીડ’ આ દિવસે થશે રિલીઝ
સુશાંત સિંહ રાજપૂતે પોતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત એપ્સ પણ બનાવી હતી, જેની મદદથી તે ગરીબોની મદદ કરતો હતો. ડેનમાર્ક બેસ્ડ સિંગર-એન્ટરપ્રેન્યોરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે તેની તરફથી પહેલ કરી હતી અને તે ટેક્નોલોજીની મદદથી જરૂરિયાતમંદોને મદદ કરવા માગે છે. સુશાંતની દરિયાદિલીથી બધા વાકેફ હતા. તેની આ ખાસિયત તેને ફેન્સ સાથે જોડાયેલા રાખતી હતી. આજે પણ જ્યારે ક્યાંક એક્ટરનો ઉલ્લેખ થાય છે ત્યારે તેના ફેન્સ ખૂબ જ ભાવુક થઈ જાય છે.