Breaking News : યશની ફિલ્મ ‘ટોક્સિક’ના કાર્યક્રમમાં અકસ્માત, સાઉન્ડ સિસ્ટમ તૂટી પડતાં 2 લોકો ઈજાગ્રસ્ત

સુપરસ્ટાર યશની અપકમિંગ ફિલ્મ ટોક્સિકના પ્રી -રિલીઝ ઈવેન્ટમાં એક મોટો અકસ્માત થયો હતો. અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ એક મહિલા બેહોશ થઈ હતી.

Breaking News : યશની ફિલ્મ ટોક્સિકના કાર્યક્રમમાં અકસ્માત, સાઉન્ડ સિસ્ટમ તૂટી પડતાં 2 લોકો ઈજાગ્રસ્ત
| Updated on: Aug 23, 2026 | 12:35 PM

સાઉથ સુપરસ્ટાર યશની અપકમિંગ ફિલ્મ ટોક્સિકને લઈ ચાહકોમાં શાનદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટોક્સિક 26 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મના રિલીઝ પહેલા 22 ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં ગ્રાન્ડ પ્રી રિલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઈવેન્ટમાં ચાહકોનું ટોળું ઉમટ્યું હતુ. આટલી મોટી ભીડને જોતા ઈવેન્ટમાં એક મોટો અકસ્માત થયો હતો. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ટોક્સિક ઈવેન્ટમાં મોટો અકસ્માત

જાણકારી મુજબ હૈદરાબાદની મલ્લા રેડ્ડી યૂનિવર્સિટીમાં ટોક્સિકની પ્રી રિલીઝ ઈવેન્ટ દરમિયાન એખ સાઉન્ડ બોક્સ સેટ અપ તુટી પડ્યું હતુ. આ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. આ દરમિયાન કેટલાક લોકો સાઉન્ડ બોક્સને સપોર્ટ આપનાર પોલ પર ચઢી ગયા હતા. આ કારણે સેટઅપ અચાનક નીચે પડ્યો હતો.

રિપોર્ટ મુજબ આ ઘટનામાં 2 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક છોકરી બેહોશ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત ત્યારે થયો. જ્યારે યશ મંચ પર હાજર હતો અને ટોક્સિકના જશ્નમાં સામેલ હતો. લોકોને સંબોધિત કરી રહ્યો હતો. યશનું ધ્યાન જેવું આ અકસ્માત પર પડ્યું તો તેમણે પ્રભાવિત લોકોને હેલ્પ માટે આ વિશે તરત પોતાની સ્પીચ વચ્ચે રોકી હતી. કાર્યક્રમ ચાલું રાખતા પહેલા વિદ્યાર્થીઓના ખબર અંતર વિશે પુછ્યું હતુ. યશે કહ્યું તમે બધા ધ્યાન રાખો.

 

 

 

ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ટોક્સિક ફિલ્મમાં યશ મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી હિટ જાય છે. સાઉથ અભિનેતા યશ ટૂંક સમયમાં તેની ફિલ્મ “ટોક્સિક” રિલીઝ કરી રહ્યા છે. KGF 2 પછી આ અભિનેતાએ કોઈ ફિલ્મ રિલીઝ કરી નથી. જોકે, હાલમાં તેની પાસે બે ફિલ્મો શેડ્યૂલ છે. “ટોક્સિક” પહેલા રિલીઝ થશે અને ત્યારબાદ “રામાયણ” આવશે. અભિનેતાના લુક્સ જાહેર કરવામાં આવ્યો છે.

Yash Family Tree : KGFના રોકી ભાઈનો આજે છે જન્મદિવસ, આવો છે અભિનેતાનો પરિવાર અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.