Breaking News: રેપર બાદશાહ અને ઈશા રિખીના લગ્ન થોડા મહિનામાં જ તૂટી ગયા, છૂટાછેડાની જાહેરાત કરી

Badshah And Isha Rikhi Divorce : ફેમસ રેપર બાદશાહ અને અભિનેત્રી મોડલ ઈશા રિખીએ લગ્નના થોડા જ મહિનામાં છૂટાછેડાની જાહેરાત કરી છે. બંનેએ સોશિયલ મીડિયા પર જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરી અલગ થવાની જાણકારી આપી છે.

Breaking News: રેપર બાદશાહ અને ઈશા રિખીના લગ્ન થોડા મહિનામાં જ તૂટી ગયા, છૂટાછેડાની જાહેરાત કરી
| Updated on: Sep 01, 2026 | 8:24 AM

Badshah And Isha Rikhi Divorce : ફેમસ રેર અને મ્યુઝિક કંપોઝર બાદશાહ પર્સનલ લાઈફને લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બાદશાહ અને તેની પત્ની અભિનેત્રી મોડલ ઈશા રિખીએ લગ્નના થોડા જ મહિનામાં અલગ રસ્તો અપનાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. હવે આના પર બંને ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. સોમવારે 31 ઓગસ્ટના રોજ બંનેએ સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ અકાઉન્ટ પર છૂટાછેડાની જાહેરાત કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ જાહેર કરી બંનેએ સ્પષ્ટ કહ્યું કે, આ નિર્ણય કોઈ જલ્દબાજીમાં નહી પરંતુ બંનેની સંમતિ અને સમ્માનની સાથે લેવામાં આવ્યો છે. સ્ટેટમેન્ટમાં લખ્યું કે, મે અને ઈશા રિખીએ આપસી સહમતિથી પોતાનો અલગ રસ્તો અને જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સમ્માનની સાથે લેવામાં આવ્યો છે. અમે આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીના સમ્માન કરવાની અપીલ કરીએ છીએ. આ સમગ્ર મામલે આ અમારે છેલ્લું નિવેદન હશે. અમે દિલથી કહીએ કે, અમારા સંબંધોને લઈ કોઈ પણ અટકળો ફેલાવશો નહી.

 

 

માર્ચમાં થયા હતા લગ્ન

બાદશાહ અને ઈશા રિખીના લગ્ન માર્ચ 2026માં થયા હતા. જ્યારે ઈશાની માતા પૂનમ રિખીએ લગ્નના ફોટો અને વીડિયો શેર કર્યા હતા. ત્યાર પછી ઈશાની સાથે ચેહરા વગર એક પોસ્ટ શેર કરી બાદશાહે લખ્યું કાયનાત લોકોને મેળવવાનું અનોખો રસ્તો અપનાવી લે છે. પરંતુ આ સંબંધો વર્ષો સુધી ટકી શક્યો નહી અને માત્ર 5 મહિનામાં બંને અલગ થયા છે.

ઈશા રિખી ,બાદશાહની બીજી પત્ની હતી. આ પહેલા બાદશાહે જૈસ્મીન મસીહા સાથે લગ્ન કર્યા હતા. જેના 2020માં છુટાછેડા થયા હતા. પહેલા લગ્નથી તેને એક દીકરી જેસમી ગ્રેસ મસીહ સિંહ પણ છે. હવે લગ્નના થોડા મહિનાની અંદર બાદશાહના બીજી વખત છૂટાછેડા થતા ચાહકો પણ ચોંકી ગયા છે. ઈશા રિખીએ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે અને “જટ્ટ બોય્ઝ પુટ જટ્ટા દે,” “અરદાસ,” અને “હેપ્પી ગો લકી” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે “નવાબઝાદે” થી બોલિવૂડમાં પણ પ્રવેશ કર્યો હતો. હવે, બંનેએ તેમના સંબંધો સ્પષ્ટ કર્યા છે

કરોડપતિ સિંગરના લગ્નના 5 મહિનામાં બીજી વખત છૂટાછેડા થયા, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.