Hanuman Ansh આગળ ધુરંધર-પુષ્પા-બાહુબલી બધા ફેલ, 37મા દિવસે તેમણે એવું કર્યું જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી

Hanuman Ansh Box Office Day 37 : હનુમાન અંશ ફિલ્મે સિનેમાઘરોમાં મોટું કમાલ કર્યું છે. આ ફિલ્મની કમાણી ચોંકાવનારી છે. 37માં દિવસે આ ફિલ્મે એવું કલેક્શન કર્યું છે. જેની કલ્પના પણ કરી શકાય નહી.

Hanuman Ansh આગળ ધુરંધર-પુષ્પા-બાહુબલી બધા ફેલ, 37મા દિવસે તેમણે એવું કર્યું જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી
| Updated on: Sep 13, 2026 | 12:52 PM

Hanuman Ansh Box Office Day 37 : ડિવોશનલ ફિલ્મ હનુમાન અંશ સિનેમાધરોમાં ધમાલ મચાવી રહી છે. હવે તો ફિલ્મ વિદેશ સુધી પહોંચી છે. આછા બજેટમાં બનેલી આ ફિલ્મે ધીમી શરુઆત પછી સ્પીડ પકડતા જ ચમત્કાર કરી દીધી હતો. આ ફિલ્મનું શાનદાર કલેક્શન રહ્યું છે. ફિલ્મે રિલીઝના 37માં દિવસે 18 કરોડ રુપિયાની કમાણી કરી છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં કોઈ પણ ફિલ્મ આવું કરી શકી નથી. જેમણે રિલીઝના 37માં દિવસે આટલી કમાણી કરી હોય.

કેટલીક ફિલ્મોનું તો લાઈફટાઈમ કલેક્શન આટલું હોય છે. જેટલું હનુમાન અંશે 37માં દિવસે કર્યું હતુ. જેવી સ્થિતિ જોવા મળી રહી છે.તે હિસાબે રવિવારના દિવસે આ ફિલ્મે 20 કરોડની આસપાસ પણ કમાણી કરી શકે છે. તો ચાલો જાણીએ ફિલ્મનું અત્યારસુધીનું કુલ કલેક્શન કેટલું થયું છે.

હનુમાન અંશે કેટલી કમાણી કરી ?

હનુમાન અંશ ફિલ્મે રિલીઝના 37માં દિવસે 6ઠ્ઠા શનિવારના રોજ 18.50 કરોડ રુપિયાની કમાણી કરી છે. ફિલ્મનું આ કલેક્શન આશ્ચયજનક છે. સૈકનિલ્ક રિપોર્ટ જોઈએ તો. ફિલ્મનું નેટ કલેક્શન 192.13 કરોડ રુપિયા થઈ ચૂકયું છે. તેમજ ગ્રોસ કલેક્શન 227 કરોડ રુપિયા થયું છે. ફિલ્મે વિદેશમાં પણ મોટી કમાણી કરી છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ઈન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરવાાં આવી હતી. ફિલ્મે વિદેશમાં 9.50 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 236.50 કરોડ રુપિયા થયું છે. જે રીતે થિયેટરમાં ફિલ્મની કમાણી સામે આવી રહી છે. તેને જોતા લાગે છે કે, ખુબ લાંબા સમય સુધી ફિલ્મ થિયેટરોમાં જોવા મળી શકે છે. આ ફિલ્મ 500 કરોડ રુપિયાનું પણ કલેક્શન કરી શકે છે.

ડિવોશનલ ફિલ્મ

છેલ્લા કેટલાક સમયથી એવી કેટલીક ફિલ્મો રિલીઝ થઈ છે. જેમણે પોતાના કલેક્શનથીબધાને ચોંકાવી દીધા છે. એનિમેટેડ 3ડી ફિલ્મ મહાવતાર નરસિમ્હાએ ખુબ સારું કલેક્શન કર્યું હતુ. બજેટથી ખુબ વધારે કમાણી કરી હતી. આ સિવાય ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેને પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે હનુમાન અંશનો જલવો જોઈ લાગી રહ્યું છે કે, આસ્થા, ભક્તિથી આટલા દુર ધર્મના લોકોની આ ફિલ્મમાં રુચિ જોવા મળી રહી છે.

 

રીતિ તિવારીનું મ્યુઝિક અને બિઝનેસની દુનિયામાં છે મોટું નામ, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.