Hanuman Ansh Box Office: 34માં દિવસે બાહુબલી 2, પુષ્પા 2 અને ધુરંધર 2 જેવી ફિલ્મોને પાછળ છોડી, 200 કરોડને નજીક પહોંચી હનુમાન અંશ

Hanuman Ansh Box Office Collection: હનુમાન અંશનો જલવો વધી રહ્યો છે. આ ફિલ્મની કામાણીનો આંકડો જોઈ લોકોને વિશ્વાસ થતો નથી કે, ખરેખર ફિલ્મે આટલી મોટી કમાણી કરી છે. ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. હનુમાન અંશે 150 કરોડ રુપિયાનું કલેક્શન પાર કર્યું છે.

Hanuman Ansh Box Office: 34માં દિવસે બાહુબલી 2, પુષ્પા 2 અને ધુરંધર 2 જેવી ફિલ્મોને પાછળ છોડી, 200 કરોડને નજીક પહોંચી હનુમાન અંશ
| Updated on: Sep 10, 2026 | 1:57 PM

બોલિવુડ ફિલ્મ હનુમાન અંશનો જલવો હજુ પણ વધી રહ્યો છે. આ ફિલ્મે રિલીઝ સમયે ખુબ સંધર્ષ કરવો પડ્યો હતો. થિયેટર્સમાં અનેક સ્ક્રીન્સ પર ઓછા ઓડિયન્સના કારણે દુર કરવામાં આવી હતી પરંતુ હવે આને નીમ કરોલી બાબાનો ચમત્કાર જ કહેવામાં આવે છે. આ ફિલ્મે ફરી એક વખત વાપસી કરી છે. બોક્સ ઓફિસ પર અત્યારસુધીના ઈતિહાસમાં સૌથી મોટું કમબેક કર્યું છે. ફિલ્મમાં હવે ઓડિયન્સનો વધારો થઈ રહ્યો છે. શો હાઉસફુલ થઈ રહ્યા છે. ફિલ્મે 34માં દિવસે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે.

ફિલ્મ જ્યારે આવી તો સિનેમાઘરમાં માત્ર લાખોની કમાણી થઈ હતી. હવે એક મહિનો પૂર્ણ થયો છે. ફિલ્મે કરોડો રુપિયાની કમાણી કરી લીધી છે. ટોક્સિક જેવી મોટા બજેટની ફિલ્મ પણ હનુમાન અંશ આગળ નાની પડી છે. તો ચાલો જાણીએ હનુમાન અંશ ફિલ્મે સિનેમાઘરોમાં 34માં દિવસે કેટલી કમાણી કરી છે અને કઈ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે.

હનુમાન અંશે કેટલા રુપિયાની કમાણી કરી?

હનુમાન અંશની જો આપણે વાત કરીએ તો. આ ફિલ્મ સિનેમાઘરોમાં તાબડતોડ કમાણી કરતી જોવા મળી રહી છે. ફિલ્મે રિલીઝના 34માં દિવસે સૈકનિલ્કના રિપોર્ટ મુજબ 10.25 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનું કુલનેટ કલેક્શન 153.13 કરોડ રુપિયા થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 180.95 કરોડ રુપિયાનું રહ્યું છે. ભારતમાં આ ફિલ્મનો ડંકો ચારેબાજુ વાગી રહ્યો છે. ચાહકો નીમ કરોલી બાબાના ચમત્કારને જોવા માટે સિનેમાઘરોમાં જઈ રહ્યા છે.

34માં દિવસના કલેક્શનનો રેકોર્ડ તોડ્યો

આપણે વાત કરીએ 34માં દિવસે સૌથી વધારે કલેક્શન કરવાની તો હનુમાન અંશે સૌથી વધારી કમાણી કરી છે. હનુમાન અંશ ફિલ્મે બાહુબલી 2,પુષ્પા 2, ધુરંધર 2 અને મહાવતાર નરસિમ્હા જેવી ફિલ્મોના 34માં દિવસના કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. હનુમાન અંશે 34માં દિવસે 10.24 કરોડનું કલેક્શન કર્યું છે. જે એક નાની ફિલ્મ માટે મોટી વાત છે. હજુ પણ વીકએન્ડમાં હનુમાન અંશની કમાણીમાં મોટો વધારો થઈ શકે છે. બોલિવુડ સહિત લોકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

મનોજ તિવારીની દીકરીના નામે છે કરોડો રૂપિયાનો વ્યવસાય, બિગ બોસ 20ની સ્પર્ધકનું MS Dhoni સાથે ખાસ કનેક્શન અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.