
બોલિવુડના ચી ચી ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા લાંબા સમયથી ચર્ચામાં છે. હાલમાં ગોવિંદાની પત્ની ફેમિલી કોર્ટની બહાર સાથે જોવા મળી હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે, તેમણે છુટાછેડાનો કેસ પરત લીધો છે.આમ તો એવા સમાચાર હતા. કે, અભિનેતા બીજા લગ્નનું વિચારી રહ્યો છે. આ માટે સુનિતા આહુજાએ આ પગલું લીધું હતુ. આ સમાચારોએ ગોવિંદાના મેનેજરને ખોટા ગણાવ્યા છે. આ સાથે સુનિતા પર પણ નિશાન સાધ્યું હતુ કે, કેસ પરત લેવો હતો તો પછી કેસ કેમ કર્યો. આ બધી ચર્ચાઓ વચ્ચે અભિનેતા હોસ્પિટલની બહાર સ્પોર્ટ થયા હતા.
હવે એવી વાત સામે આવી રહી છે કે, ગોવિંદાએ મીડિયા આઉટલેટ્સ,સોશિયલ મીડિયા એકાઉન્ટ અને કન્ટેન ક્રિએટર્સને પણ ચેતવણી આપી છે. આ સાથે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે.ગોવિંદાએ પોતાના અને તેના પરિવાર વિશે ખોટા સમાચારોને લઈ કડક એક્શન લીધું છે.
ગોવિંદાએ પબ્લિક નોટિસમાં પરિવાર વિશે ખોટા, માનહાનિ કરનાર અથવા ખોટી જાણકારી પબ્લિશ કે શેર કરવાની સખત ના પાડી છે. આ નોટિસ એઆઈથી બનેલા તેમજ કન્ટેટ પર પણ લાગુ થાય છે. અભિનેતાએ ચેતવણી આપી કે, આવું કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આટલું જ નહી. જે લોકો જવાબદાર હશે. તેમની પાસેથી 100 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ માંગી શકે છે.
બોલિવુડ અભિનેતા ગોવિંદાની આ નોટિસમાં ખાસ તરીકે એ લોકો અને કન્ટેટ માટે ચેતવણી આપી છે. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી બનાવેલા ફોટો અથવા બદલાયેલા ફોટો,વીડિયા,ઓડિયો રેકોર્ડિંગ, મોર્ફ કરેલી ઈમેજ, ડીપફેક અને બીજા કન્ટેન સામેલ છે. આટલું જ નહી. આ સાથે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરેલો અવાજ પર્સનલ અને ફેમિલીની જાણકારીનો ખોટો ઉપયોગ કરી નામ અને ફોટો શેર કરવાની પરવાનગી નથી. નોટિસ મુજબ જે લોકો આવું કન્ટેન પબ્લિક કે શેર કરે છે. તેના પર માનહાનિ ઓળખનો ખોટો ઉપયોગ અને સાયબર ગુના સાથે જોડાયેલા કાનુન હેઠળ કાનુની કાર્યવાહી થઈ શકે છે.
આ નોટિસમાં ભારતીય દંડ સંહિતા, 2023 અને માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ દોષિતો પાસેથી 100 કરોડ સુધીનું વળતર માંગી શકે છે.