
Tina Ahuja on Govinda and Sunita : બોલિવુડના હીરો નંબર 1 કહેવાતા ગોવિંદા લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. થોડા મહિનાથી ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવી રહ્યા છે. વધુમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે બધુ બરાબર નથી અને તેઓ છૂટાછેડા લેવા તરફ પણ આગળ વધી શકે છે. પરંતુ હજુ સુધી ગોવિંદા કે સુનિતા બંન્નેમાંથી કોઈએ પબ્લિકલી આ વિશે કાંઈ કહ્યું નથી.
આ કપલની દીકરી ટીના આહુજાએ પોતાના માતા-પિતા ગોવિંદા અને સુનિતા આહુજાના છુટાછેડાની અફવા વિશે પણ વાત કરી છે. આ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે, છેલ્લો કેટલાક સમય તેના માટે સારો રહ્યો નથી.
સુનિતા આહુજા પોતાની યુટ્યુબ ચેનલ પર ખુબ એક્ટિવ રહે છે. મંગળવારના રોજ પોસ્ટ કરેલા સુનિતાના લેટેસ્ટસ બ્લોગ તેની દીકરી ટીના આહુજાએ હેન્ડલ કર્યો હતો. તેમણે વુમન્સ ડે પર પોતાની માતાને સરપ્રાઈઝ આપ્યું અને એક સોલિટેયર રિંગ પણ ગિફટ કરી હતી. ટીનાએ પોતાના માતા-પિતાની છુટાછેડાની અફવાઓ વિશે પણ વાત કરી અને કહ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં બધું સારું નથી રહ્યું.
બ્લોગની શરુઆત ટીનાએ અનાઉન્સ કર્યું કે, તે સુનિતા આહુજાને સરપ્રાઈઝ આપવા માટે તેનો બ્લોગ હાઈજેક કરી રહી છે. તેમણે કહ્યું આપણે મહિલાઓ બીજા માટે બહુ બધું કરીએ છીએ. તેમજ આપણા વિશે ક્યારેય વિચારતી નથી. આ માટે હું મારી ફેવરિટ વુમન માટે કાંઈ ખાસ કરવાનું વિચારી રહી છું. ત્યારબાદ સ્ક્રીન પર ગોવિંદા અને સુનિતાના ડિવોર્સનો રિપોર્ટ ફ્લેશ થયો હતો. ટીનાએ આ અફવાઓ પર વાત કરતા કહ્યું 2 વર્ષ સારા રહ્યા નથી. ખુબ ઉતાર-ચઢાવ આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આ પહેલા સુનિતા આહુજાએ ગોવિંદા પર કોમલ નામની એક અભિનેત્રી સાથે અફેર હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. પરંતુ ગોવિંદાએ આ તમામ દાવા ખોટા ગણાવ્યા હતા. ટીનાએ સુનિતાને એક રિંગ પણ ગિફટ કરી હતી. આ વિશે વાત કરતા સુનિતાએ કહ્યું ટીના એક જ્વેલરી ડિઝાઈનરની કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે. આ એક ગિફ્ટ છે જે તેમણે મને આપ્યું છએ. ટીનાએ વચ્ચેમાં તેને રોકતા કહ્યું પરંતુ આ તે બ્રાન્ડ નથી. સુનિતાએ કહ્યું તેમણે પોતાના પૈસાથી આ રિંગ ગિફ્ટ કરી છે.આ મારા કલેક્શનમાં બીજી એક સોલિટેર રિંગ છે. હવે મારે તે યશને ભેટમાં આપવી પડશે.”