
પંજાબી -બોલિવુડ સિંગર જાસ્મીન સેન્ડલેસ ગત સાંજે 11 જુલાઈના રોજ દિલ્લીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમના કોન્સર્ટ કર્યો હતો. આ દરમિયાન હજારોની ભીડમાં સિંગરનો અવાજ સાંભળવા ચાહકો પહોંચ્યા હતા. પરંતુ જાસ્મીને પોતાના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું હતુ. ધુરંધરના ગીતથી ચર્ચામાં આવેલી જાસ્મીને લાઈવ કોન્સર્ટમાં પોતાના સગાઈની જાહેરાત કરી હતી.
આટલું જ નહી તેમણે પહેલી વખત પોતાના મંગેતરને હજારો ચાહકોની વચ્ચે સ્ટેજ પર બોલાવ્યો હતો. આ દરમિયાન સિંગરે પોતાની સગાઈની વિંટી પણ ફ્લોન્ટ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
દિલ્લીમાં પોતાના ડ્રીમ ગર્લ ઈન્ડિયા ટુર કોન્સર્ટ દરમિયાન જાસ્મીન સેન્ડલેસે પરફોર્મન્સ અચાનક વચ્ચે રોકવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેમણે કહ્યું કે, તે કોઈ ખાસ વ્યક્તિને સ્ટેજ પર બોલાવવા માંગે છે. ત્યારબાદ જાસ્મીને પોતાની સગાઈની વિંટી ફ્લોન્ટ કરી ખુલાસો કર્યો હતો. આટલું જ નહી સિંગરે લાઈવ શોમાં પોતાના મંગેતરની સામે પ્રેમ વ્યક્ત કર્યો હતો.
જાસ્મીન સેન્ડલસે પોતાના મંગેતરને સ્ટેજ પર બોલાવી બધાને ચોંકાવી દીધા હતા. કહ્યું યે હૈ મેરા સજના. બંને એકબીજાનો હાથ પકડ્યો હતો. જાસ્મીને સગાઈની વિંટી દેખાડી હતી. આ મુમેન્ટ જોઈ ચાહકો ખુશ થયા હતા. જાસ્મીન સેન્ડલસેનો મંગેતર ચૌધરી સાહબ કહેતા ચાહકોને પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ જાસ્મીન સ્ટેજ પર બધાની સામે તેના મંગેતર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી અને પછી આ દંપતીએ એકબીજાને ગળે પણ લગાવ્યા.
જાસ્મીને પોતાના મંગેતરના નામ કે તેના વિશે વધારે જાણકારી શેર કરી નથી. પરંતુ તેની આ સરપ્રાઈઝે ચાહકોને ખુશ કર્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બંનેનું બોન્ડિંગ સુંદર જોવા મળી રહ્યું છે. ચાહકો બંનેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.જાસ્મીન હાલમાં તેના “ડ્રીમ ગર્લ ઇન્ડિયા ટૂર 2026” દરમિયાન વિવિધ શહેરોમાં લાઇવ પર્ફોર્મ કરી રહી છે. તેની સગાઈની જાહેરાત બાદ, તેના ચાહકો તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.