
ફેમસ ફિલ્મમેકર સુરજ બડજાત્ય લાંબા વિરામ બાદ પરત ફરી રહ્યા છે. તેમની ફિલ્મ યે પ્રેમ મોલ લિયા ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર 18 નવેમ્બરના રોજ રિલીઝ થયું હતું અને ચાહકો તરફથી તેની પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં આયુષ્માનના પાત્રનું નામ પ્રેમ છે. નોંધનીય છે કે સૂરજ બડજાત્યાને પ્રેમ નામ સાથે ખાસ લગાવ છે. સલમાન ખાને તેમની સાથે ચાર ફિલ્મોમાં કામ કર્યું છે, અને તે બધી ફિલ્મોમાં તેમનું નામ પ્રેમ છે.
હવે આ પ્રેમ મોલ લિયામાં આયુષ્માન ખુરાના પ્રેમ બની આવી રહ્યો છે. અંદાજે 12 વર્ષ સુરજ આ પાત્રને મોટા પડદાં પર લાવી રહ્યો છે. સુરજની છેલ્લી ફિલ્મ પ્રેમ રતન ધન પાઓ વર્ષો 2016માં રિલીઝ થઈ હતી. હવે અંદાજે 12 વર્ષ પછી આયુષ્માનની સાથે સુરજ પ્રેમના પાત્રમાં પરત ફરી રહ્યો છે. ટ્રેલર જોઈ ચાહકો ફિલ્મ જોવા માટે ખુબ આતુર છે. યુઝર્સનું કહેવું છે કે, ટ્રેલર જોઈ તેને જુની બોલિવુડ ફિલ્મની યાદ આવી ગઈ છે. તો ચાલો જાણીએ પબ્લિકને ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું.
એક યુઝરે સોશિયલ મીડિયા પર ટ્રેલરના વખાણ કરતા લખ્યું બોલિવુડમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી ફિલ્મ આવી નથી. સુરજ બડજાત્યા પર વિશ્વાસ છે કે, આ ફિલ્મ સુંદર હશે. પરિવારની લાગણી સુંદર સંબંધો પર બનેલી આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવશે.
તમને જણાવી દઈએ કે, 27 નવેમ્બરના દિવસે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં આયુષ્માન અને શરવરી સિવાય અનુપમ ખએર, સીમા પાહવા, સૌમ્યા ટંડન, સ્વાનંદ કિરકિરે, શ્રુતિ સેઠ, શાદ રંધાવા, ગિરીશ કુલકર્ણી અને રાજેશ કુમાર જેવા કલાકારો જોવા મળશે.