
AR Rahman Chhaava Controversy Reaction :બોલિવુડ અને સાઉથ ફિલ્મોના દિગ્ગજ મ્યુઝિશિયન એઆર રહેમાનને ઈન્ડસ્ટ્રીમાં 3 દશકથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. આ દરમિયાન તેમણે અનેક વખત મોટા એવોર્ડ પોતાને નામ કર્યા છે. હાલમાં તેઓ એક કોન્ટ્રવર્સી સાથે જોડાયેલા જોવા મળ્યા છે. પરંતુ મ્યુઝિશિયને હાલમાં એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન ફિલ્મ છાવા વિશે વાત કરતા બોલિવુડને ટાર્ગેટ કરતા જોવા મળ્યા હતા. આનાથી તેઓ લોકોની નજર આવ્યા હતા. બોલિવુડ ઈન્ડસ્ટ્રીના લોકો પણ આના પર ગુસ્સે થયા હતા.
સીનિયર ગીતકાર ઝાવેદ અખ્તરે પણ સિંગર શાન હોય કે કંગના રનૌત, અનેક કલાકારોએ એઆર રહેમાનના કમ્યુનલ સ્ટેટમેન્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. કેટલાક સ્ટાર તેના સપોર્ટમાં આવ્યા હતા. તો કેટલાક કલાકારો એવા પણ હતા. જેમણે એઆર રહેમાનના નિવેદનનો વિરોધ કર્યો હતો. આના પર ખુદ મ્યુઝિશિયનનું રિએક્શન પણ આવ્યું છે. તેમણે પોતાના સ્ટેટમેન્ટ પર સ્પષ્ટતા પણ કરી છે. તો ચાલો જાણીએ ઓસ્કાર વિજેતા મ્યુઝિક ડાયરેક્ટરે શું કહ્યું.
એ.આર રહેમાને પોતાના નિવેદનમાં કહ્યું મારા પ્રિય મિત્રો સંગીત હંમેશા મારી સાથે છે. સંગીત મારી સાથે જોડાયેલું તેમજ એન્જોય કરવો તેમજ સંસ્કૃતિનું સન્માન કરવાનું માધ્યમ રહ્યું છે. ભારત મારી પ્રેરણા છે. મારો ગુરુ છે અને મારું ઘર પણ છે. હું સમજી શકું છુ કે,ક્યારેક ક્યારેક વિચારોને લઈ ભૂલ થઈ જાય છે પરંતુ મારું લક્ષ્ય હંમેશા સંગીત દ્વારા ઉપર જવાનું રહ્યું છે. મેં ક્યારે પણ કોઈને ભાવનાઓને નુકસાન પહોંચાડ્યું નથી.મને આશા છે કે લોકો આ વાત પર મારી સાથે સહમત થશે. હું ભારતીય હોવાનો મને ભાગ્યશાળી અનુભવું છું. તે મને મારી જાતને વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે અને આપણા દેશની વિવિધ સંસ્કૃતિઓની ઉજવણી કરવાની તક આપે છે.
પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની સામે પરફોર્મન્સ કરવાથી લઈ યંગ નાગા મ્યુઝિશિયન્સ સાથે કામ કરવાની તક, સનશાઈન આર્કેસ્ટ્રાને મેન્ટન કરવાથી લઈ ભારતના પહેલા મલ્ટીકલ્ચર વર્ચુઅલ બેન્ડ સીક્રેટ માઉન્ટેન બનાવવાની તક તેમજ હંસ જિમર સાથે મળી રામાયણમાટે મ્યુઝિક આપવાની સફર મને મજબુત કર્યો છે. હું આ દેશનો આભારી છું અને ઈતિહાસને સન્માનિત કરનાર, વર્તમાનના જશ્ન મનાવનાર અને ભવિષ્યને પ્રરિત કરનાર સંગીતને લઈ હું તત્પર છું જય હિન્દ, જય હો
સંગીતકાર એ.આર રહેમાને એક ઈન્ટરવ્યુમાં છાવા ફિલ્મને લઈ વાત કરતા બોલિવુડ પર નિશાન સાધ્યું હતું અને એક કોમ્યુનલ નિવેદન આપ્યું હતુ. તેમણે ઈન્ડસ્ટ્રીમાં પાવર શિફ્ટને લઈ તેમજ કામ ન મળવા વિશે પણ વાત કરી હતી. ત્યારબાદ તેના સ્ટેટમેન્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઝાવેદ અખ્તર, શાન, કંગના રનૌત અને મીરા ચોપરા સહિત અનેક હસ્તીઓએ આના પર પ્રતિક્રિયા આપી હતી. ખુદ રહેમાને પર હવે આ મામલે સ્પષ્ટતા કરી છે.