Breaking News : ‘હવે મને વિદાય આપો’ અમાલ મલ્લિકે ફિલ્મ મ્યુઝિકમાંથી લીધો બ્રેક, કારણ પણ જણાવ્યું

Amaal Mallik Takes Break From Film Music: સિંગર અને મ્યુઝિક કંપોઝર અમાલ મલિકે ફિલ્મ મ્યુઝિકમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે.

Breaking News : ‘હવે મને વિદાય આપો’ અમાલ મલ્લિકે ફિલ્મ મ્યુઝિકમાંથી લીધો બ્રેક, કારણ પણ જણાવ્યું
Image Credit source: AI
| Updated on: Aug 28, 2026 | 10:14 AM

બોલિવુડના ફેમસ સિંગર અને મ્યુઝિક કંપોઝર અમાલ મલિકે 27 ઓગસ્ટના રોજ એક મોટી જાહેરાત કરી હતી. અમાલ મલિકે ફિલ્મ મ્યુઝિકમાંથી બ્રેક લીધો છે. અમાલ મલિકના ચાહકો માટે ખુશીની વાત એ છે કે, આ બ્રેક થોડા સમય માટે છે. તેમણે પોતાના સ્વાસ્થને ધ્યાનમાં રાખી બ્રેક લીધો છે. તેમનું કહેવું છે કે, આગામી વર્ષ સુધી તેનો કોઈ પણ નવું ફિલ્મી સંગીત આવવાનું નથી. પહેલા જે ફિલ્મોમાં તે મ્યુઝિક આપી ચૂક્યો છે. જો તે ફિલ્મો આ વર્ષે રિલીઝ થાય છે. તો તેનું મ્યુઝિક સાંભળવા મળશે.

અમાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટુંકા બ્રેકની જાહેરાત કરી છે. પોસ્ટમાં અમાલે લખ્યું હું બિલકુલ સ્વસ્થ છું. આ વખતે એ જ કરીશ. જે મારા માટે સારું હોય. તેમદ એજ કામ કરીશ. જે મારા દિલ અને સ્વાસ્થ માટે જરુરી છે. મને મારા મન ,શરીર, આત્મા અને શારીરિક રીતે સ્વસ્થ થવા માટે એક બ્રેકની જરુર છે.

જુના પ્રોજેક્ટ પર શું બોલ્યો અમાલ?

પોસ્ટમાં અમાલે આગળ લખ્યું કે, મારે ઉભું થવું છે, સ્વસ્થ થવું છે અને તમારા બધાના પ્રિય #Amaalians માટે સંગીત સાથે વાપસી કરવી છે. આવતા વર્ષ સુધી કોઈ ફિલ્મ સંગીત આવશે નહી. રિલીઝ ન થયેલી ફિલ્મોના ગીત ટુંક સમયમાં આવી જશે. જો આ ફિલ્મ રીલિઝ થાય છે, તો તે ઓછા બજેટના પ્રોજેક્ટ્સ છે જે સારા ઇરાદા સાથે બનાવવામાં આવ્યા છે, પરંતુ આવા લોકો માટે સ્ક્રીનો સરળતાથી ઉપલબ્ધ નથી, તેથી તે પ્રોજેક્ટ્સનું ભવિષ્ય અજ્ઞાત છે. હું તમને બધાને વિનંતી કરું છું કે મને પરેશાન ન કરો.

 

 

અમાલ મલિકે લખ્યું મ્યુઝિકથી સિનેમા સુધીની સફળ શાનદાર છે. હવે મ્યુઝિક તરફ આગળ ચાલવવા લાગ્યો છું. હવે મને વિદા કરો. હું પરત આવીશ. અત્યાર માટે વિદાય લઉં છું. અમાલ મલિકના આ નિર્ણયથી તેના ચાહકો નિરાશ જરુર છે. પરંતુ તેમણે વચન આપ્યું કે, તે ફરી મ્યુઝિકની દુનિયામાં આવશે.

આખો પરિવાર મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં, બિગ બોસ 19ના ફેમસ સ્પર્ધકનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.