Brahmastra : અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)ના પહેલા ભાગને સોશિયલ મીડિયા (Social media) પર ઘણી નકારાત્મકતાનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને તે વિભાગમાંથી જે સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા હતા. ત્યારે હવે ફિલ્મે સારી એવી કમાણી કરી છે. ફિલ્મનો વિરોધ કરનારોને પણ જડબાતોડ જવા આપ્યો છે અને આ ફિલ્મે સારો એવો બિઝનેસ કર્યો છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બોક્સ ઓફિસ પર આવ્યાને 17 દિવસ થઈ ગયા છે, તેમ છતાં ફિલ્મ હજુ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ભારતમાં ફિલ્મે અંદાજે 252 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. દુનિયાભરમાં ફિલ્મની કમાણી 400 કરોડને પાર પહોંચી ગઈ છે.
બ્રહ્માસ્ત્ર માટે ત્રીજો શુક્રવાર રેકોર્ડ તોડ બુકિંગ જોવા મળ્યું હતુ. આ દિવસે જે ટિકીટ વેંચાઈ તે અત્યાર સુધી કોઈ બોલિવુડ ફિલ્મ માટે સૌથી વધુ બુકિંગ હતુ. આનું કારણ રાષ્ટ્રીય સિનેમા દિવસ પણ રહ્યો હતો. જેમાં ટિકીટની કિંમત માત્ર 75 રુપિયા હતા. જેણે ફિલ્મ માટે એક સારું કામ કર્યું છે કારણ કે આ ડીલ દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી ગઈ હતી.
એક ઓનલાઈન રિપોર્ટ મુજબ બ્રહ્માસ્ત્રે 15 દિવસમાં અંદાજે 10 કરોડ રુપિયાની કમાણી કરી અને 16માં દિવસે જ્યારે ટિકીટ રેટ નોર્મલ થયા તો ફિલ્મે સારી કમાણી કરી લીધી હતી. ફિલ્મે 17માં દિવસે 6 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. જેનાથી ફિલ્મની ભારતમાં કુલ કમાણી અંદાજે 253 કરોડ રુપિયા થઈ ગઈ છે.
આ ફિલ્મ આવનારા દિવસોમાં વધુ સારી કમાણી કરી શકે છે, કારણ કે ફિલ્મના નિર્માતાઓએ 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી પ્રતિ ટિકિટ 100 રૂપિયા વેચવાનું નક્કી કર્યું છે. 30 સપ્ટેમ્બરના રોજ સિનેમાધરોમાં વિક્રમ વેધા આવનાર છે. જેમાં ઋતિક રોશન, સૈફ અલી ખાનની સાથે જોવા મળશે. તેમજ પોનીયિન સેલવાન ભાગ 1રિલીઝ થશે, બંન્ને ફિલ્મો દેશભરના સિનેમાઘરમાં રિલીઝ થશે. જેનાથી આગામી વીકએન્ડમાં બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ કલેક્શન ઓછું થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે આ વર્ષે સફળતાની હેટ્રિક લગાવી છે. આ વર્ષે, ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR પછી, તેણે હવે બ્રહ્માસ્ત્ર સાથે બોક્સ ઓફિસ પર કમાલ બતાવી છે.