BRAHMASTRA New Motion Poster: ‘લગ્ન’ના સમાચાર વચ્ચે ‘બ્રહ્માસ્ત્ર’નું નવું પોસ્ટર આવ્યું સામે, ચાહકોએ જોઈ રણબીર-આલિયાની મજબૂત કેમેસ્ટ્રી

|

Apr 10, 2022 | 4:05 PM

પોસ્ટરમાં આલિયા રણબીર (Ranbir-Alia) ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. લોહીથી લથપથ આલિયા ખુલ્લા વાળમાં રણબીરને આત્મીયતાથી અનુભવતી જોવા મળી રહી છે. બીજી તરફ પોસ્ટરમાં રણબીર કપૂર આંખો બંધ કરીને આલિયાને અનુભવતો જોવા મળે છે.

BRAHMASTRA New Motion Poster: લગ્નના સમાચાર વચ્ચે બ્રહ્માસ્ત્રનું નવું પોસ્ટર આવ્યું સામે, ચાહકોએ જોઈ રણબીર-આલિયાની મજબૂત કેમેસ્ટ્રી
Brahmastra

Follow us on

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્નના સમાચારો વચ્ચે હવે આલિયા રણબીરની ‘બ્રહ્માસ્ત્ર’નું નવું મોશન (Brahmastra Motion Poster) પોસ્ટર સામે આવ્યુ છે. પોસ્ટરમાં આલિયા રણબીર ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે. ખુલ્લા વાળમાં લોહીથી લથપથ આલિયા રણબીરને આત્મીયતાથી અનુભવતી જોવા મળી રહી છે. બીજી તરફ પોસ્ટરમાં રણબીર કપૂર આંખો બંધ કરીને આલિયાને અનુભવતો જોવા મળે છે.

આ પોસ્ટર દ્વારા આલિયા-રણબીર (Alia-Ranbir Wedding) વચ્ચેની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. જેને જોઈને ચાહકો કહી રહ્યા છે કે આ ફિલ્મ ધમાલ મચાવશે તો કોઈએ કહ્યું – જો ફિલ્મના પોસ્ટરમાં આટલી બધી આગ છે તો સ્ટોરી કેટલી સારી હશે, રણબીર અને આલિયાની કેમેસ્ટ્રી ઉપરથી જોવા જેવી છે. એક યુઝરે લખ્યું – જ્યારે બે અદભૂત કલાકારો સાથે કામ કરે છે, ત્યારે બધુ જ અદ્ભુત હોય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આલિયા-રણબીર સ્ટારર ‘બ્રહ્માસ્ત્ર’નું મોશન પોસ્ટર અહીં જુઓ

બ્રહ્માસ્ત્ર ફિલ્મ ક્યારે આવશે?

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું મોશન પોસ્ટર શેયર કર્યું છે. કેપ્શનમાં લખ્યું છે- રણબીર-આલિયાનું બ્રહ્માસ્ત્રનું નવું પોસ્ટર. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને નાગાર્જુન પણ છે. આ ફિલ્મ અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવી રહી છે.

આ ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલા જ પૂર્ણ થયું છે. રણબીર અને આલિયાએ બનારસમાં આ ફિલ્મનું શેડ્યૂલ પૂરું કર્યું છે. આવી સ્થિતિમાં બનારસથી કપલની ઘણી તસવીરો સામે આવી હતી. જેમાં બંને કપાળ પર ચંદન લગાવેલા જોવા મળ્યા હતા.

આ દરમિયાન અયાને એક પોસ્ટ શેયર કરી. જેમાં કેપ્શનમાં લખ્યું હતું- ‘અને આખરે ફિલ્મનું શૂટિંગ પૂરું થયું’. તેણે આગળ લખ્યું કે ‘પાંચ વર્ષ પહેલા અમે બ્રહ્માસ્ત્રનો પહેલો શોટ શૂટ કર્યો હતો અને આખરે હવે અમે અમારો છેલ્લો શૉટ શૂટ કર્યો છે. તે એક અદ્ભુત, પડકારજનક પ્રવાસ હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  AdiPurush: રામ નવમીના અવસર પર ફિલ્મ નિર્માતા ઓમ રાઉતે શેયર કર્યો એક ખાસ વીડિયો, શ્રી રામના અવતારમાં જોવા મળ્યો પ્રભાસ

આ પણ વાંચો:  KBC 14 માટે રજિસ્ટ્રેશન શરૂ, આ સ્ટેપ્સને અનુસરો અને અમિતાભ બચ્ચનના શોમાં ભાગ લો

Next Article