બોયકોટની માંગ ! ‘આદિપુરુષ’ પર લાગ્યો ચોરીનો આરોપ, યુઝર્સે કહ્યું- હોલીવુડની છે કોપી

પાન ઈન્ડિયા ફિલ્મ આદિપુરુષ (Adipurush) સતત ચર્ચામાં રહે છે. તેનું કારણ છે હાલમાં રિલીઝ થયેલું ફિલ્મનું ટીઝર. આ જોયા બાદ યુઝર્સ ફિલ્મના વીએફએક્સને હોલીવુડ ફિલ્મના વીએફએક્સની કોપી કહી રહ્યા છે.

બોયકોટની માંગ ! આદિપુરુષ પર લાગ્યો ચોરીનો આરોપ, યુઝર્સે કહ્યું- હોલીવુડની છે કોપી
Adipurush Trolling
| Edited By: | Updated on: Oct 04, 2022 | 5:14 PM

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાનની (Saif Ali Khan) અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’નું (Adipurush) ટીઝર જ્યારથી રિલીઝ થયું છે. ત્યારથી આ ફિલ્મ સતત વિવાદોનો સામનો કરી રહી છે. 2 ઓક્ટોબરના રોજ રામ નગરી અયોધ્યામાં ફિલ્મનું ટીઝર શાનદાર રીતે રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ ટીઝર જોયા બાદ હવે લોકો તેના પર અલગ અલગ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જ્યાં એક તરફ ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. હવે ફિલ્મના મેકર્સ પર પણ ચોરીનો આરોપ લાગી રહ્યો છે.

‘આદિપુરુષ’માં પ્રભાસ ભગવાન રામના રોલમાં જોવા મળશે, જ્યારે સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં વપરાયેલ વીએફએક્સના સોશિયલ મીડિયા પર ખૂબ જ ફની મિમ્સ બની રહ્યા છે. સૈફ અલી ખાનના લુકની સરખામણી હોલીવુડની ફિલ્મો સાથે પણ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે મેકર્સે હોલિવૂડ ફિલ્મના લુક્સની કોપી કરી છે. ફિલ્મના વીએફએક્સની તુલના કરતી વખતે યુઝર્સે ઘણી હોલીવુડ મૂવીઝના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમ કે ગેમ ઓફ થ્રોન્સ, એક્વામેન અને રાઈઝ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ.

ઘણા યુઝર્સ કહે છે કે હોલીવુડ ફિલ્મો ગોડઝિલા વર્સેઝ કોંગ અને થોર: રગ્નારોકમાંથી પણ મેકર્સે કોપી કરી છે. આ સમયે ટ્વિટર પર ઘણાં ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે. અહીં તમામ ફિલ્મોના પોસ્ટર એકસાથે બતાવીને સૈફ અલી ખાનના લૂકની તુલના કરવામાં આવી છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રભાસે કહ્યું કે આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ છે. ફિલ્મને જે રીતે ડિઝાઈન કરવામાં આવી છે તે શાનદાર છે. મને લાગે છે કે તેમને આ ફિલ્મ બેસ્ટ રીતે બનાવી છે. સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના લૂક વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે રાવણ ઓછો અને મુગલ વધારે દેખાય છે. યુઝર્સ સૈફના લુક્સને લઈને તેને અને તેની ટીમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આ ફિલ્મનું ઓમ રાઉતે ડાયરેક્શન કર્યું છે. આ સિવાય આ ફિલ્મ મકરસંક્રાંતિના અવસર પર એટલે કે 12 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.