Box Office Collection: અજય દેવગનની ‘રનવે 34’ અને ટાઈગર શ્રોફની ‘હીરોપંતી 2’ને KGF 2એ ચટાડી ધૂળ, જાણો ત્રણેય ફિલ્મોનું કલેક્શન

અભિનેતા ટાઈગર શ્રોફ અને અજય દેવગનની ફિલ્મો બોક્સ ઓફિસ (Box Office Collection) પર ખરાબ રીતે નિષ્ફળ થઈ રહી છે. રિલીઝના છઠ્ઠા દિવસે ફિલ્મની કમાણી નહિવત રહી હતી.

Box Office Collection: અજય દેવગનની રનવે 34 અને ટાઈગર શ્રોફની હીરોપંતી 2ને KGF 2એ ચટાડી ધૂળ, જાણો ત્રણેય ફિલ્મોનું કલેક્શન
Runway 34 Heropanti 2 Collection (File Photo)
| Edited By: | Updated on: May 05, 2022 | 3:57 PM

આજકાલ બોલિવૂડમાં સાઉથની ફિલ્મોનો (South Films) દબદબો છે. સાઉથની ફિલ્મો તેની રિલીઝના પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર કબજો કરવામાં સફળ રહી છે. આ જ કારણ છે કે ફેન્સ અને દર્શકો આ ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. આટલું જ નહીં, ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેને દર્શકોનો અપાર પ્રેમ પણ મળી રહ્યો છે. આ સાથે જ આ ફિલ્મો કરોડોની ક્લબમાં સામેલ થઈ રહી છે. પરંતુ, આ દિવસોમાં અજય દેવગનની રનવે 34 અને ટાઈગર શ્રોફની (Tiger Shroff) હીરોપંતિની ગતિ ધીમી પડી રહી છે. ફિલ્મોની કમાણીની વાત કરીએ તો, સાઉથની આ બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર KGF ચેપ્ટર 2 (KGF Chapter 2) એ પછાડી દીધી છે. તમને જણાવી દઈએ કે યશની KGF રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.

અભિનેતા અજય દેવગનની ફિલ્મ રનવે 34 અને ટાઈગર શ્રોફની ફિલ્મ હીરોપંતી 2 બંને એક જ દિવસે એકસાથે રિલીઝ થઈ હતી. કન્નડ ફિલ્મ KGF ચેપ્ટર 2 રિલીઝ થયાને 20 દિવસ થઈ ગયા છે. આ સાથે ફિલ્મના હિન્દી વર્ઝને મંગળવારે 8.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બંને ફિલ્મો KGF ચેપ્ટર 2 સામે ઝાંખી પડી ગઈ છે. યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 ફિલ્મોની કમાણી ઘટવાનું કારણ માનવામાં આવે છે. અગાઉ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ જર્સીને પણ દર્શકોનો ખૂબ જ ઓછો પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.

રનવે 34 ની કમાણી નહિવત હતી

અભિનેતા અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ રનવે 34ની કમાણીમાં કોઈ સુધારો થયો નથી. રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે ફિલ્મે 40%નો ઘટાડો નોંધાવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મે 4 મેના રોજ 2 થી 2.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, ત્યારબાદ ફિલ્મે કુલ 21 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ટાઈગરની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘૂંટણિયે પડી

બીજી તરફ હીરોપંતી 2ની વાત કરીએ તો ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘૂંટણિયે પડી ગઈ છે અને ખરાબ બાજુએ નિષ્ફળ જતી હોય તેવું લાગે છે.

ઈદના દિવસે પણ હીરોપંતિની ગતિ ધીમી રહી હતી

હીરોપંતી એ ઈદના દિવસે માત્ર 3.50 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કલેક્શન રિલીઝના છઠ્ઠા દિવસે નહિવત જોવા મળી રહ્યું છે. ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી માત્ર 20 કરોડની આસપાસ પહોંચી છે. આ આંકડો મેકર્સ માટે ચોંકાવનારો છે.

Published On - 3:57 pm, Thu, 5 May 22