મન્નતમાં 8 કલાક સુધી છુપાયા હતા બે લોકો, જ્યારે શાહરૂખ ખાને જોયું તો આવું હતું તેનું રિએક્શન

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) ઘર મન્નતમાં બે લોકો પકડાયા હતા. બંને ગુજરાતના રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે બંને શખ્સ શાહરૂખના મેક-અપ રૂમમાં 8 કલાક સુધી છુપાયા હતા.

મન્નતમાં 8 કલાક સુધી છુપાયા હતા બે લોકો, જ્યારે શાહરૂખ ખાને જોયું તો આવું હતું તેનું રિએક્શન
Shah Rukh Khan
| Edited By: | Updated on: Mar 08, 2023 | 6:31 PM

Shah Rukh Khan Mannat Incident: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં ચોરીથી છુપાઈ જવા બદલ ગયા અઠવાડિયે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. શાહરુખ ખાનના ઘરમાંથી પકડાયેલા બે લોકો મન્નતમાં લગભગ 8 કલાક સુધી શાહરુખ ખાનના મેક-અપ રૂમમાં છુપાયેલા હતા. જ્યારે તે પકડાયા ત્યારે કિંગ ખાન પણ તેને જોઈને હેરાન થઈ ગયો હતો.

જે લોકોની ધરપકડ થઈ હતી તેમની ઓળખ પઠાણ સાહિલ સલીમ ખાન અને રામ સરાફ કુશવાહા તરીકે થઈ છે. આ બંનેએ દાવો કર્યો છે કે તેઓ ગુજરાતના ભરૂચથી મુંબઈ ગયા હતા અને તેઓ શાહરૂખ ખાનને મળવાના હતા. પરંતુ કેટલાંક કલાકો સુધી ઘરના મેક-અપ રૂમમાં છુપાયા બાદ સુરક્ષાકર્મીઓએ તેમને પકડીને પોલીસને હવાલે કર્યા હતા.

કેવી રીતે ઘુસ્યા મન્નતમાં?

શાહરૂખ ખાનના ઘરની સુરક્ષા ખૂબ જ કડક છે. તેમ છતાં બે છોકરાઓ પ્રવેશવામાં સફળ રહ્યા. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ મન્નતની બહારની દીવાલને કૂદીને મન્નતમાં બંને સવારે 3 વાગ્યે પ્રવેશ્યા અને લગભગ 8 કલાક સુધી મેક-અપ રૂમમાં શાહરૂખની રાહ જોતા રહ્યાં. પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે તેઓ શાહરૂખ ખાનના ફેન છે અને તેને મળવા માગે છે.

આ પણ વાંચો : Gujarati Cinema: અમદાવાદની હેલી શાહ બોલિવુડ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ કરશે ડેબ્યુ

કેવું હતું શાહરૂખનું રિએક્શન?

બંને વ્યક્તિઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. પહેલા તેને સિક્યુરિટી ગાર્ડ સતીષે જોયો હતો. પછી તે તેને શાહરૂખ ખાન પાસે લઈ ગયો. શાહરૂખે જ્યારે બંને અજાણ્યા લોકોને પોતાના ઘરમાં જોયા તો તે પણ હેરાન રહી ગયો. સતીષે બપોરે 11 વાગે પોલીસને આ મામલાની જાણ કરી, ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ જવાન અને ડંકીમાં બિઝી છે.

Published On - 5:41 pm, Wed, 8 March 23