ખેડૂત આંદોલન: રિહાનાની વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા અભિનેતા અક્ષય કુમાર-અજય દેવગણ, જાણો શું કહ્યું

ખેડૂત આંદોલનને લઈ જ્યારે પોપ સિંગર રિહાનાએ ટ્વીટ કર્યુ છે. સમગ્ર દુનિયાની નજર ભારતમાં ચાલી રહેલા આ આંદોલન પર ટકી છે. આ લિસ્ટમાં મિયા ખલીફાથી લઈ એક્ટિવેસ્ટિ ગ્રેટા થનબર્ગનું નામ આવી રહ્યુ છે.

ખેડૂત આંદોલન: રિહાનાની વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા અભિનેતા અક્ષય કુમાર-અજય દેવગણ, જાણો શું કહ્યું
| Updated on: Feb 03, 2021 | 5:30 PM

ખેડૂત આંદોલનને લઈ જ્યારે પોપ સિંગર રિહાનાએ ટ્વીટ કર્યુ છે. સમગ્ર દુનિયાની નજર ભારતમાં ચાલી રહેલા આ આંદોલન પર ટકી છે. આ લિસ્ટમાં મિયા ખલીફાથી લઈ એક્ટિવેસ્ટિ ગ્રેટા થનબર્ગનું નામ આવી રહ્યુ છે. હવે અક્ષયકુમારે તે તમામ સેલેબ્સને આઈનો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. અભિનેતાએ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરેલા નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે ખેડૂત અમારા દેશનો એક મહત્વનો ભાગ છે. તેમની પરેશાનીઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

 

 

 

આ પ્રયત્નનું સમર્થન કરવું જોઈએ. આ સિવાય અભિનેતા અજય દેવગણ અને સુનીલ શેટ્ટીએ પણ આ મુદ્દા પર ટ્વીટ કર્યુ છે. બંને દિગ્ગજ અભિનેતાઓએ એકજૂટતાનો સંદેશ આપતા સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ બહારના પ્રપોગન્ડાના પ્રભાવમાં ના આવો. અડધું સત્ય હંમેશા ખતરનાક સાબિત થાય છે.

 

આ પણ વાંચો: REIT IPO: બ્રુકફિલ્ડ ઇન્ડિયા રીઅલ એસ્ટેટ ટ્રસ્ટમાં આવી રોકાણની તક, જાણો શું છે REIT IPO