બોલિવૂડ એક્ટર રિતિક રોશન લાંબા સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે પરંતુ એવું લાગે છે કે તેઓ વર્ષ 2023 માં પ્રભુતામાં પગલા પાડશે. વર્ષની શરૂઆતથી જ આને લગતા સંકેતો મળી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે વર્ષ 2023માં જ લગ્ન કરશે. લગ્ન અંગેની વિગતો સામે આવી છે.
આ પણ વાંચો : Pashmina Roshan: રિતિક રોશનની બહેન પશ્મિના છે ખૂબ જ આકર્ષક, રેડ ડીપ ડ્રેસમાં કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ
વાયરલ થઈ રહેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે – રિતિક રોશન અને સબા આઝાદ નવેમ્બર 2023માં લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે આ ટ્વિટ વાયરલ થયું છે કે ચાહકો પણ કપલને અભિનંદન આપવા લાગ્યા છે. જ્યારે કેટલાક ચાહકો પહેલેથી જ કપલને અભિનંદન આપી રહ્યા છે, તો કેટલાક યુઝર્સનું માનવું છે કે લગ્ન માટે હજુ સમય છે. લોકો આ સમાચાર પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો સમય જ કહેશે. હાલમાં આ સમાચાર અંગે દંપતી દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત જાહેર કરવામાં આવી નથી.
કેટલાક ફેન્સે તો આ સમાચાર પર બંનેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક વ્યક્તિએ લખ્યું- આખો દિવસ સાથે રહે છે, હવે લગ્ન કરવાની શું જરૂર છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું – ઘણું મોડું થઈ ગયું છે, ત્યાં સુધી બંને અલગ થઈ જશે. આ સિવાય એક વ્યક્તિએ લખ્યું- પ્રેમ આંધળો હોય છે. સબા રિતિકને જરા પણ લાયક નથ
તે ગમે તે હોય તેમાં કોઈ શંકા નથી કે રિતિક રોશન અને સબાની નિકટતા છેલ્લા કેટલાક સમયથી ઘણી વધી ગઈ છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળે છે, આ સિવાય કપલ એકબીજાને પૂરો સાથ પણ આપે છે. હાલમાં જ બંનેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો એરપોર્ટનો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.