Preity Zintaના સમર્થનમાં પ્રિયંકા ચોપરા અને રિતિક રોશન, અર્જુન રામપાલે કહ્યું – હું તેને સીધો કરીશ દઈશ

Celebs Supports Preity Zinta : પ્રીતિ ઝિન્ટાની એક પોસ્ટ બાદ બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેના સમર્થનમાં સામે આવ્યા છે. પ્રિયંકા ચોપરા, હૃતિક રોશન અને મલાઈકા અરોરા જેવા સ્ટાર્સે પ્રીતિની ઈન્સ્ટા પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને ટેકો આપ્યો છે.

Preity Zintaના સમર્થનમાં પ્રિયંકા ચોપરા અને રિતિક રોશન, અર્જુન રામપાલે કહ્યું - હું તેને સીધો કરીશ દઈશ
| Edited By: | Updated on: Apr 09, 2023 | 1:59 PM

Bollywood Celebs Supports Preity Zinta : એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા આ દિવસોમાં પોતાની એક પોસ્ટને લઈને ચર્ચામાં છે. પ્રીતિ ઝિંટાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં બે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. પ્રીતિની આ પોસ્ટ આવ્યા બાદ બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેના સમર્થનમાં ઉભા રહી ગયા છે.

આ પણ વાંચો : પ્રી ઓસ્કાર પાર્ટીમાં પ્રીતિ ઝિન્ટા, મિંડી કલિંગે જુનિયર NTR સાથે આપ્યો પોઝ, રામચરણ તેની પત્ની સાથે જોવા મળ્યો

પ્રીતિ ઝિન્ટાએ દાવો કર્યો છે કે, એક અજાણી મહિલાએ બળજબરીથી તેમની પુત્રીની તસવીર ખેંચી હતી. મહિલા અહીંથી ન અટકી અને પ્રીતિના ના પાડવા છતાં તેણે તેની પુત્રી જિયાને ખોળામાં લઈ તેને કિસ કરી. આ સિવાય પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં સામે આવેલા એક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વિકલાંગ માણસે તેનો કર્યો પીછો

પ્રીતિએ જણાવ્યું કે, એક વિકલાંગ વ્યક્તિએ તેને પૈસા માટે બળજબરીથી રોકવાનો પ્રયાસ કર્યો. હકીકતમાં હાલમાં જ સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં વ્હીલચેર પર બેઠેલો એક વ્યક્તિ પ્રીતિ પાસેથી પૈસા માંગતો જોવા મળ્યો હતો. જો કે પ્રીતિ ઝિન્ટા ઉતાવળમાં હતી અને ત્યાંથી પોતાની કારમાં જતી રહી હતી, પરંતુ તે વ્યક્તિ થોડાં સમય માટે તેની પાછળ જતો જોવા મળ્યો હતો.

સ્ટાર્સે કર્યો સપોર્ટ

આ બંને ઘટનાઓનું વર્ણન કરતાં પ્રીતિ ઝિંટાએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, સેલિબ્રિટીઓ પણ માણસ હોય છે. પ્રીતિની આ પોસ્ટ પર ઘણા ફિલ્મ સ્ટાર્સે પ્રતિક્રિયા આપી છે. હૃતિક રોશને લખ્યું, “અદ્ભુત પ્રીતિ.” મલાઈકા અરોરાએ કહ્યું, “તમે આ વાત ખૂબ જ સ્પષ્ટ અને સાફ રીતે કહી છે.”

અર્જુન રામપાલે પ્રીતિ ઝિન્ટા સાથેની ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, “આગલી વખતે મને કૉલ કરો, હું તેમને સીધો કરીશ.” પ્રિયંકા ચોપરાએ પણ ટેકો આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં પ્રીતિ ઝિન્ટા ઘણીવાર IPLમાં તેની ટીમ પંજાબ કિંગ્સ ઈલેવન સાથે જોવા મળે છે. થોડાં દિવસ પહેલા તે કામાખ્યા મંદિરે ગઈ હતી અને દર્શન કર્યા હતા.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 1:59 pm, Sun, 9 April 23