Chandrayaan 3: ભારતમાં ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ, બોલિવુડની સેલેબ્સે પાઠવ્યા અભિનંદન

આજે સમગ્ર ભારત માટે ખુશીનો દિવસ છે. ચંદ્રયાન 3 (Chandrayaan 3) સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલિવુડ સ્ટાર સોનુ સૂદે વીડિયો શેર કરીને પ્રતિક્રિયા આપી છે. આ સિવાય અન્ય સેલેબ્સે પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે.

Chandrayaan 3: ભારતમાં ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ, બોલિવુડની સેલેબ્સે પાઠવ્યા અભિનંદન
Bollywood Celebs
| Edited By: | Updated on: Jul 14, 2023 | 6:51 PM

આજે દેશ માટે ગર્વનો સમય છે. દેશે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું ચંદ્રયાન 3 (Chandrayaan 3) મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશમાં દરેક આ સમાચારથી ખૂબ જ ખુશ છે. ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગ બાદ બોલિવુડ સ્ટાર્સ પણ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. બોલિવુડ એક્ટર સોનુ સૂદે પણ આ પ્રસંગ પર ચંદ્રયાનના લોન્ચિંગનો વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે.

ચંદ્રયાન 3ના સફળ લોન્ચિંગના સમાચારથી દેશભરના લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. બોલિવુડ એક્ટર અને દેશવાસીઓના હાર્ટથ્રોબ સોનુ સૂદે પણ આ ખાસ પ્રસંગ પર સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી છે. સોનુ સૂદે લોન્ચિંગનો વીડિયો શેર કર્યો છે જેમાં સેટેલાઈટ ઘણો ધુમાડો છોડીને ઉપર જતો જોવા મળી રહ્યો છે. આ સિવાય અન્ય સેલેબ્સે પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે.

(VC: Sonu Sood Twitter)

આમ્રપાલી દુબેએ પણ વ્યક્ત કરી ખુશી

સોનુ સૂદે વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે કે ઈતિહાસ રચાઈ ગયો છે. આજે દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. એક્ટર સોનુ સૂદ સિવાય આમ્રપાલી દુબેએ પણ ખુશી વ્યક્ત કરી છે. આમ્રપાલીએ ચંદ્રયાન 3ના લોન્ચિંગની ગ્રાફિક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું છે કે હર હર મહાદેવ. ફેન્સ પણ આ ખાસ અવસર પર ખૂબ જ ખુશ છે અને બધા એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. ફ્રાન્સના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દિવસને ખૂબ જ ખાસ ગણાવ્યો છે.

(PC: Aamrapali instagram)

(PC: Ajay Devgn Twitter)

(PC: Sidharth Malhotra twitter)

(PC: Anupam Kher twitter)

(PC: manoj bajpayee twitter)

(PC: Anil Sharma twitter)

(PC: Maheshbabu twitter)

આ પણ વાંચો  : Ananya Panday And Aditya Roy Kapur: ડેટિંગના સમાચારો વચ્ચે રોમેન્ટિક થયા આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે, સાથે મનાવી રહ્યા છે વેકેશન

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો