PM મોદીના 72માં જન્મદિવસ પર અક્ષય કુમારથી લઈને અનિલ કપૂરે પાઠવી શુભેચ્છા, જાણો કોણે શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) તેમના 72માં જન્મદિવસના પ્રસંગે બોલિવૂડ સ્ટાર્સે પણ શુભેચ્છા પાઠવી છે. ઘણા સ્ટાર્સે તેમના જન્મદિવસ પર તેમની સાથે લીધેલી તેમની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેયર કરી છે.

PM મોદીના 72માં જન્મદિવસ પર અક્ષય કુમારથી લઈને અનિલ કપૂરે પાઠવી શુભેચ્છા, જાણો કોણે શું કહ્યું
Anil Kapoor With PM Narendra Modi
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Sep 17, 2022 | 4:29 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસ પર રાજનીતિથી લઈને બોલિવૂડની હસ્તીઓ તેમને અભિનંદન આપી રહી છે. આ કલાકારોમાં અક્ષય કુમાર (Akshay Kumar), અનિલ કપૂર સિવાય અનુપમ ખેર, કંગના રનૌત, પરેશ રાવલ (Paresh Rawal), કિરણ ખેર અને અભિષેક બચ્ચન ઉપરાંત અન્ય ઘણા કલાકારોનો સમાવેશ થાય છે. ઘણા સ્ટાર્સે તેમના જન્મદિવસ પર તેમની સાથે લીધેલી તેમની તસવીર પણ શેયર કરી છે.

ઘણા સેલિબ્રિટીઓએ પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન

અભિષેક બચ્ચને પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું, ‘માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છા.’

 

સની દેઓલે વિશ કરતા લખ્યું, ‘પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે સારા સ્વાસ્થ્ય અને આવનારા દરેક વર્ષની શુભેચ્છા.’

 

અનિલ કપૂરે લાંબા મેસેજમાં પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું, ‘એ વ્યક્તિને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ કે જેણે ભારતને દુનિયાના નકશા પર એવી રીતે મૂક્યું જે આપણે ક્યારેય વિચાર્યું ન હતું… સારા દિવસો લાવનાર, આપણા ગૌરવશાળી રાષ્ટ્રના નેતા, તમે લાંબુ જીવો અને સ્વસ્થ રહો.’

 

અનુપમ ખેરે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું કે, ‘આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રભુ તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે. તમારી શપથની જવાબદારી નિભાવવા માટે બનતા પ્રયત્ન કરતા રહો. વર્ષો સુધી કરતા રહેશો. તમારા નેતૃત્વ માટે આભાર.’

Anupam Kher Post

પરેશ રાવલે ટ્વિટ કરીને પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેને લખ્યું, ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે. લાંબું જીવો અને મજબૂત રહો.’

 

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પણ નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ટ્વિટર પર લખ્યું કે, ‘તમારી દ્રષ્ટિ, તમારી હૂંફ અને તમારી કામ કરવાની ક્ષમતા, આ વસ્તુઓ મને ખૂબ પ્રેરણા આપે છે. હેપ્પી બર્થ ડે નરેન્દ્ર મોદીજી. તમને આરોગ્ય, સુખ અને આગામી વર્ષ ગૌરવશાળી રહે તેવી શુભેચ્છા.’

 

ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’એ ટ્વિટ કરીને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી અને લખ્યું, ‘ભારત માતાના સાચા પુત્ર, ન્યુ ઈન્ડિયાના નિર્માતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, પૂજ્યનીય શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છાઓ.’

બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરે પણ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘આપણા માનનીય પીએમ નરેન્દ્ર મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન. ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉર્જા આપે. અમને તમારા પર ખૂબ ગર્વ છે સર. જય હિંદ.’

અજય દેવગને પણ તેમને અભિનંદન પાઠવ્યા છે અને લખ્યું છે કે, ‘માનનીય નરેન્દ્ર મોદીજી, તમારું નેતૃત્વ મને પ્રેરણા આપે છે, તમારું સારું સ્વાસ્થ્ય અને આગામી વર્ષ માટે શુભેચ્છાઓ.’

 

આ સાથે કંગના રનૌતે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

Kangana Ranaut Post

તમામ બોલિવૂડ સેલિબ્રિટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 72માં જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે અને તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી છે.