London: ઘણા મોટા લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. ઉંમર માત્ર એક નંબર છે, બીજું કંઈ નથી, આવી વાતો કરવી સહેલી છે પણ આ વાતોને અનુસરીને દરેક વ્યક્તિમાં પોતાની ઉંમરને નજરઅંદાજ કરવાની હિંમત નથી હોતી. પરંતુ બોલિવુડ એક્ટ્રેસ અને રાઈટર ટ્વિંકલ ખન્નાએ (Twinkle Khanna) આવું જ એક ઉદાહરણ રજૂ કર્યું છે. તે હવે 48 વર્ષની ઉંમરે કોલેજ સ્ટુડન્ટનું જીવન જીવી રહી છે. હાલમાં જ તેણે પોતાની કોલેજ લાઈફનો એક વીડિયો શેર કરીને બધાને હેરાન કરી દીધા છે.
ટ્વિંકલ ખન્ના પોતાની મરજીની માલિક છે, તેણે આ વાત એક વાર નહીં, પરંતુ ઘણી વખત સાબિત કરી છે. પહેલા તે એક્ટ્રેસ બની, પછી રાઈટર અને પછી પ્રોડ્યુસર, હવે તે આ બધું છોડીને માસ્ટર્સનો અભ્યાસ કરવા લંડન યુનિવર્સિટી પહોંચી છે. અક્ષય કુમારની પત્ની હાલમાં લંડન યુનિવર્સિટીની ગોલ્ડસ્મિથ કોલેજમાં ફિક્શન રાઈટિંગમાં માસ્ટર્સ કોર્સ કરી રહી છે.
ટ્વિંકલ ખન્નાએ રવિવારે તેના ફેન્સને હેરાન કરી દીધા જ્યારે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તે તેના સ્ટુડન્ટ લાઈફની ઝલક બતાવી રહી છે. તેણે પોતાના આઈડી કાર્ડથી લઈને કોલેજના ગેટ સુધી બધું જ બતાવ્યું. વીડિયોમાં ટ્વિંકલ તેની બેગ લઈને કોલેજ જતી અને તેના મિત્રો સાથે મસ્તી કરતી જોઈ શકાય છે.
આ વીડિયોને શેર કરતી વખતે ટ્વિંકલે કેપ્શનમાં તેની ઉંમર વિશે એક લાંબી નોટ પણ લખી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે ઉંમર માત્ર એક નંબર છે, જે બાદબાકી ન કરવી જોઈએ પરંતુ સરવાળો કરીને જોવી જોઈએ. ટ્વિંકલે કેપ્શનમાં લખ્યું છે કે, “આ પૃથ્વી પર મારા 50માં વર્ષમાં યુનિવર્સિટીમાં પાછા ફરવા જેવું શું છે? મને ક્લાસમાં હાજરી આપ્યાને 9 મહિના થઈ ગયા છે અને હું મારી સમજદારી પર સવાલ ઉઠાવી રહી હતી.” કારણ કે હું મારા માસ્ટર્સ પૂર્ણ કરવાના છેલ્લાં સ્ટેજ પર છું. કોણ જાણતું હતું કે હું હું મારી જાતને સબમિશન અને ગ્રેડમાં બિઝી રાખીશ અને લેક્ટર્ચ પર ધ્યાન આપવાનો પ્રયાસ કરવા માટે એક હજાર મગ કોફી પીશ. ક્યારેક મને લાગે છે કે મારે રાઈટિંગ કરતાં અજીબ જીવનમાં વિકલ્પોમાં માસ્ટર્સ માટે અરજી કરવી જોઈએ!”
આ પણ વાંચો : Archies Movie: ‘ધ આર્ચીઝ’ના નવા પોસ્ટરમાં સુહાના અને ખુશીનો બદલાયો લુક, અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય લાગે છે ક્યૂટ
“પરંતુ બીજી તરફ, મારી પાસે આ નવા અનુભવો અને યુનિવર્સિટી ગેંગ નહીં હોય. શાનદાર મહિલાઓ જેમના ઉપર હું વિશ્વાસ કરી શકું છું તે મને ડેડલાઈન પાર કરી દેશે અને લંચ બ્રેક દરમિયાન મને હસાવશે. ટાઈટ સ્કિન, ફ્લેટ ટમી અને ક્યારેય સમાપ્ત ન થનાર એનર્જી, તમે ગુમાવેલી વસ્તુઓની ગણતરી કરી શકો છો, અથવા તમે શું મેળવ્યું છે તે જોઈ શકો છો. વૃદ્ધત્વ એ માત્ર એક મેથેમેટિકલ ઈક્વેશન છે. હું તેને બાદબાકી તરીકે જોવા નથી માંગતી. હું તેને બદલે ગુણાકારનો સરવાળો ગણીશ. સંમત? અસંમત ?”
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો