ચાર વર્ષ નાના સપાના નેતા સાથે સ્વરા ભાસ્કરે કર્યા લગ્ન, 40 દિવસ બાદ કર્યો ખુલાસો, શેયર કર્યો Video

Swara Bhasker Wedding: બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરએ (Swara Bhasker) લગ્ન કરી લીધા છે. લગ્ન કર્યાની જાણકારી તેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કરીને આપી છે.

ચાર વર્ષ નાના સપાના નેતા સાથે સ્વરા ભાસ્કરે કર્યા લગ્ન, 40 દિવસ બાદ કર્યો ખુલાસો, શેયર કર્યો Video
Swara Bhasker - Fahad Ahmad
| Edited By: | Updated on: Feb 16, 2023 | 6:22 PM

Swara Bhasker Wedding: હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેનાર બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે લગ્ન કરી લીધા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો તેના ફેન્સ સાથે શેયર કર્યો છે અને તેના લગ્ન વિશે જાણકારી આપી છે. તેઓએ 6 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. તેમના પતિનું નામ ફહદ અહમદ છે, જે સમાજવાદી પાર્ટી યુવા સભાના સ્ટેટ પ્રેસિડેન્ટ છે.

સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર જે વીડિયો શેયર કર્યો છે, તેને શેયર કરતાં તેણે લખ્યું, “ક્યારેક તમે તમારાથી દૂર કંઈક શોધો છો, પરંતુ તે વસ્તુ હંમેશા તમારી સાથે હોય છે. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ પહેલા અમે મિત્રો બન્યા અને પછી અમે બંને એકબીજાને મળ્યા. મારા દિલમાં તમારું સ્વાગત છે ફહદ અહમદ.” એક્ટ્રેસે રેડ હાર્ટ ઈમોજી પણ ડ્રોપ કર્યા છે.

 

40 દિવસ બાદ કર્યો ખુલાસો

સ્વરાએ ફહદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. બંનેએ 6 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા, જેનો ખુલાસો સ્વરાએ લગભગ 40 દિવસ પછી કર્યો છે. અચાનક લગ્નના સમાચારને લઈને સ્વરા ચર્ચામાં આવી છે.

આ પણ વાંચો : 110 રૂપિયામાં પઠાણ, ટિકિટના ભાવ ઘટ્યા તો શાહરૂખે કહ્યું – ફરી જોવી પડશે, ફ્રી પોપકોર્ન પણ…

પ્રોટેસ્ટમાં શરૂ થઈ હતી આ લવ સ્ટોરી

સ્વરાએ જે વીડિયો શેયર કર્યો છે, તેમાં તેના અને ફહદ બંનેની વીડિયો ક્લિપ ચાલી રહી છે. બંને પ્રોટેસ્ટમાં ભાષણ આપતા જોવા મળે છે. વીડિયો મુજબ બંનેની લવ સ્ટોરી પ્રોટેસ્ટ દરમિયાન જ શરૂ થઈ હતી. આ વીડિયોમાં આગળ જોવા મળે છે કે વોટ્સએપ દ્વારા ફહદ સ્વરાને તેની બહેનના લગ્નમાં આવવાનું આમંત્રણ આપે છે. જેના પર સ્વરા કહે છે, “હું મજબૂર છું, હું શૂટિંગમાંથી આવી શકીશ નહીં. આ વખતે માફ કરજો દોસ્ત. હું તમારા લગ્નમાં ચોક્કસ આવીશ. પરંતુ હવે સ્વરાએ ફહદ સાથે જ લગ્ન કર્યા છે.

Published On - 5:59 pm, Thu, 16 February 23