કિંગ ચાર્લ્સની તાજપોશીમાં સોનમ કપૂરે દેશી સ્ટાઈલમાં શરૂ કર્યું ભાષણ, તો લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા, જુઓ Video

યુનાઈટેડ કિંગડમના નવા રાજા અને રાણીની તાજપોશી વિન્ડસર કેસલમાં ભવ્ય સમારંભમાં કરવામાં આવી હતી. આ સમારોહમાં દુનિયાભરમાંથી મહેમાનો હાજર રહ્યા હતા. આ સમારોહમાં બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor) પણ પહોંચી હતી. અહીં પહોંચ્યા પછી સોનમ કપૂરે એક શાનદાર ભાષણ આપ્યું, જેની શરૂઆત તેણે નમસ્તેથી કરી.

કિંગ ચાર્લ્સની તાજપોશીમાં સોનમ કપૂરે દેશી સ્ટાઈલમાં શરૂ કર્યું ભાષણ, તો લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા, જુઓ Video
Sonam Kapoor
| Edited By: | Updated on: May 09, 2023 | 7:29 PM

યુનાઈટેડ કિંગડમ (યુકે)ના નવા રાજા-રાણીનો તાજપોશી થઈ ચૂકી છે. રાજાના તાજપોશીના સમાચારની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. તાજપોશી સમારોહમાં વિશ્વભરમાંથી મહેમાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર પણ પહોંચી હતી. આ સમારોહમાં સોનમે પોતાનું ભાષણ દેશી અંદાજમાં શરૂ કર્યું હતું. ભાષણની શરૂઆતમાં સોનમે નમસ્તે કહ્યું કે તરત જ લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા. ઈંગ્લેન્ડના વિન્ડસર કેસલમાં યોજાયેલ સમારોહ ભવ્ય હતો.

સોનમ કપૂરના થયા વખાણ

કોમનવેલ્થ ગાયકનો પરિચય આપવા માટે એક્ટ્રેસ વિશેષ રૂપથી નિર્મિત અનામિકા ખન્ના, એમિલિયા વિકસ્ટેડ ગાઉનમાં સેન્ટર ઓફ એટરેક્શન રહી. સોનમે તેના ભાષણની શરૂઆત નમસ્તેથી કરી હતી અને હોસ્ટ દ્વારા તેનો પરિચય બોલિવુડના સૌથી મોટા કલાકારોમાંના એક તરીકે થયો હતો. વીરે દી વેડિંગ એક્ટ્રેસ કિંગ્સના તાજપોશી સંગીત માટે આવી તે તેના પરિવાર માટે ગર્વની લાગણી હતી અને તેના માટે વિશેષ કોમેન્ટ કરી. તેની માતા સુનીતા કપૂરે ઈવેન્ટની એક ક્લિપ શેર કરી અને પોસ્ટને કેપ્શન આપ્યું, ‘બહુ ગર્વ! આવું સન્માન. અનિલ કપૂરે પણ પોતાના ટ્વિટર પર આ જ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “અમને ખૂબ ગર્વ છે! @sonamakapoor.

કાકા સંજય કપૂરે પણ કર્યા વખાણ

સંજય કપૂર અને પત્ની મહિપ કપૂરે પણ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર ક્લિપને ફરીથી શેર કરી છે. મહિપ કપૂરે લખ્યું, ‘અમેઝિંગ મેરી ડાર્લિંગ સોનમ કપૂર. અમને તમારા પર ગર્વ છે.” સોનમ કપૂરે પોતાના ભાષણની શરૂઆત સૌને અભિવાદન કરીને કરી હતી. જેમાં સોનમે કહ્યું, ‘નમસ્તે, અમારું કોમનવેલ્થ એક સંઘ છે. એકસાથે આપણે વિશ્વના એક તૃતીયાંશ લોકો છીએ. વિશ્વના મહાસાગરોનો એક તૃતીયાંશ ભાગ. વિશ્વની જમીનનો ચોથો ભાગ. આપણો દરેક દેશ અદ્વિતિય છે, અને આપણા દરેક લોકો ખાસ છે.

આ પણ વાંચો : ચંદ્રિકા સાહાના પતિએ તેના 15 મહિનાના પુત્ર સાથે કર્યું ખરાબ વર્તન, એક્ટ્રેસે નોંધાવી FIR, જુઓ Video

નમસ્તેથી શરુ કર્યું ભાષણ

પરંતુ આપણે આપણા ઈતિહાસમાંથી શીખીને એક તરીકે ઊભા રહેવાનું પસંદ કરીએ છીએ. આપણી વિવિધતાથી ધન્ય છે, આપણા મૂલ્યોથી પ્રેરિત છે અને બધા માટે વધુ શાંતિપૂર્ણ, ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે સંકલ્પિત છે, જ્યાં દરેક અવાજ સંભળાય છે. અહીં આપેલી સોનમની સ્પીચની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ક્લિપ સોનમના પરિવાર તેમજ તેના ફેન્સ દ્વારા શેર કરવામાં આવી છે. આ સાથે સોનમની આ ખાસ સ્ટાઈલના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…