Raj Kundra Arrested: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ

હવે સમાચાર આવી રહ્યા છે કે રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રાની અનેક કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી છે.

Raj Kundra Arrested: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ
Raj Kundra Arrested:
| Edited By: | Updated on: Jul 19, 2021 | 11:30 PM

Raj Kundra Arrested: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા વિવાદોમાં ફસાયેલા જોવા મળે છે. સમાચાર મુજબ તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે બોલાવ્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રાની અનેક કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી છે. રાજ કુંદ્રા તરફથી કયા કેસ અંગે ક્રાઈમ બ્રાંચે સવાલના જવાબ બાદ ધરપકડ કરી છે.

આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંપત્તિને લઇને વિવાદ થઈ શકે છે, મુશ્કેલીમાં મુકાયેલા રાજ કુંદ્રા, શિલ્પાના પતિ રાજને સોમવારે જ ક્રાઈમ બ્રાંચે સમન્સ પાઠવ્યું છે .રાજ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં ફસાયો છે. અગાઉ મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ રાજ કુંદ્રા અને તેના સાથી વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

પૂનમે આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાની કંપનીએ તેના ફોટોગ્રાફ્સનો દુરૂપયોગ કર્યો હતો. જો કે રાજ કુંદ્રાએ આ મામલે તેમની સામેના આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે તેની સાથે મારે કંઈ લેવાદેવા નથી. તેણે એમ પણ કહ્યું હતું કે તેણે એવી કંપની છોડી દીધી છે કે જેના પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ છે.

Published On - 11:18 pm, Mon, 19 July 21