નવી ઓફિસની શોધમાં નીકળી સારા અલી ખાન, માતા અમૃતાની હાલત જોઈ લોકો થયા હેરાન, જુઓ Video

|

Jul 15, 2023 | 4:58 PM

એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) તેની માતા અમૃતા સિંહ (Amrita Singh) સાથે તેની નવી ઓફિસની શોધમાં નીકળી હતી. માતા-પુત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સારા અલી ખાનની માતા અમૃતાને જોઈને લોકો હેરાન થઈ ગયા છે.

નવી ઓફિસની શોધમાં નીકળી સારા અલી ખાન, માતા અમૃતાની હાલત જોઈ લોકો થયા હેરાન, જુઓ Video
Sara Ali Khan - Amrita Singh
Image Credit source: Social Media

Follow us on

Mumbai: બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની સ્પષ્ટ બોલીને કારણે તો ક્યારેક દર્શકોને નમસ્તે કહીને એક્ટ્રેસ પોતાની રિપોર્ટિંગ સ્ટાઈલથી લોકોના દિલ જીતી લે છે. એક્ટ્રેસની સ્ટાઈલ પણ બોલિવુડની અન્ય એક્ટ્રેસથી સંપૂર્ણપણે અલગ છે. એક્ટ્રેસ ખૂબ જ શાનદાર અને ચિલ અંદાજમાં જોવા મળી રહી છે. લોકો તેની ફની સ્ટાઈલને પણ ખૂબ પસંદ કરે છે. એક્ટ્રેસ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તેની માતા અમૃતા સિંહ (Amrita Singh) સાથે તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નવી ઓફિસ શોધી રહી છે સારા

આ વીડિયોમાં સારા અલી ખાન અને અમૃતા સિંહ નવી બનેલી ઈમારતમાંથી બહાર નીકળતા જોવા મળે છે. જ્યારે સારા તેના જિમ આઉટફિટમાં શોર્ટ્સ અને ટોપ પહેરીને જોવા મળે છે, જ્યારે તેની માતા અમૃતા પેન્ટ સાથે ઢીલા ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે. બંને તેમની નવી ઓફિસની શોધમાં બહાર છે. બંનેને એક નવું વર્કપ્લેસ જોઈએ છે, જેના માટે તેઓ ઘણી અલગ-અલગ જગ્યાઓ જોઈ રહ્યા છે.

Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા પર મળે છે પૈસા ! જાણો અહીં
મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ

અહીં જુઓ વીડિયો

(VC: Viral Bhayani Instagram)

અમૃત સિંહને જોઈને લોકો થયા હેરાન

આ વર્ક પ્લેસની શોધ દરમિયાન સારા અલી ખાન અલી ખાનની માતાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેનું કારણ તેના સફેદ વાળ હતા. તેના આ લુકને જોઈને ઘણા ફેન્સે કહ્યું કે જો કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ તેમના વાળ ન કલર કરે તો તેઓ આના જેવા દેખાશે. ઘણા લોકો કહે છે કે અમૃતા પોતાને મેન્ટેન કરી રહી નથી. ત્યારે ઘણા લોકો હેરાન થઈ ગયા છે.

આ પણ વાંચો : જ્યારે બોબીએ અમિષા પટેલને કર્યું હગ, લોકો બૂમો પાડવા લાગ્યા- તેને છોડો, આ તમારા ભાઈની અમાનત છે, જુઓ Video

સારાએ કર્યું સ્ટ્રીટ શોપિંગ

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સારા અલી ખાન એક મિત્ર સાથે બીચ પર ફરતી જોવા મળી હતી. તે વીડિયોમાં તે તેના મિત્ર સાથે બાંદ્રાના માર્કેટમાં ખરીદી કરી રહી છે. સારા અલી ખાનને સ્ટ્રીટ શોપિંગનો ખૂબ જ શોખ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:56 pm, Sat, 15 July 23

Next Article