આદિત્ય રોય કપૂરે સારા અલી ખાન સાથે કર્યું રેમ્પ વોક, ફેન્સે કહ્યું – ‘આ જોડી હોટ છે’, જુઓ Video

|

Aug 01, 2023 | 5:48 PM

ઈન્ડિયન કોઉચર વીક 2023 શરૂ થઈ ગયું છે. આ શોનું આયોજન દિલ્હીમાં કરવામાં આવી રહ્યું છે. આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) અને સારા અલી ખાન (Sara Ali Khan) ફેમસ ડિઝાઈનર્સ શાન્તનુ અને નિખિલ માટે શોસ્ટોપર્સ બન્યા. આ દરમિયાન બંનેનો એથનિક લૂક જોવા મળ્યો હતો.

આદિત્ય રોય કપૂરે સારા અલી ખાન સાથે કર્યું રેમ્પ વોક, ફેન્સે કહ્યું - આ જોડી હોટ છે, જુઓ Video
Sara Ali Khan And Aditya Roy Kapur
Image Credit source: Social Media

Follow us on

ઈન્ડિયન કોઉચર વીક 2023 શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં આ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સ આ ફેશન શોમાં પોતાનો જાદુ ફેલાવી ચૂક્યા છે. મોડી રાત્રે સારા અલી ખાન (Sara Ali Khan) અને આદિત્ય રોય કપૂરે (Aditya Roy Kapur) સાથે રેમ્પ વોક કર્યું હતું.

સારા અલી ખાન અને આદિત્ય રોયનું રેમ્પ વોક

આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન સોમવારે ફેમસ ડિઝાઈનર્સ શાન્તનુ અને નિખિલ માટે શોસ્ટોપર્સ બન્યા. આ દરમિયાન બંનેનો એથનિક લૂક જોવા મળ્યો હતો. સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

(VC: Viral Bhayani Instagram)

લહેંગામાં જોવા મળી સારા અલી ખાન

સારાના લુકની વાત કરીએ તો તેણે પીચ અને સિલ્વર લહેંગા પહેર્યો હતો. તેના બ્લાઉઝ સાથે કેપ પણ અટેચ હતી. આદિત્ય રોય કપૂરની વાત કરીએ તો તેને પીચ કલરની શેરવાની અને ક્રીમ પેન્ટ પહેર્યું હતું. સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે રેમ્પ વોક દરમિયાન ઘણા પોઝ આપ્યા હતા.

(VC: Viral Bhayani Instagram)

આ જોડી ખૂબ જ હોટ છે – યુઝર્સ

બંનેને સાથે જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, તેઓ એકસાથે ખૂબ જ સુંદર લાગે છે. બીજા એક યુઝરે લખ્યું છે કે “તમામ અફવાઓ પછી, હું અનન્યા અને આદિત્યને સાથે રેમ્પ પર ચાલતા જોવા માંગુ છું.” આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે “હે ભગવાન, આ કપલ ખૂબ હોટ છે.”

આ પણ વાંચો : Pakistanની સીમા હૈદરને બોલિવુડ ફિલ્મમાં કામ કરવાની મળી ઓફર? પ્રોડ્યુસરે કરી એપ્રોચ

આ સિવાય ઘણા યુઝર્સે સારાને ટ્રોલ પણ કરી છે. વોક દરમિયાન સારાના એક્સપ્રેશન લોકોને પસંદ નથી આવી રહ્યા, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે રેમ્પ પર ચાલતી વખતે તમે આટલા બધા ઓવર કેમ થઈ જાવ છો. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે સારાના ઓવરએક્ટિંગ માટે 50 રૂપિયા કાપ્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન ‘મેટ્રો ઈન દિનો’માં સાથે જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article