-15 ડિગ્રી તાપમાનમાં રકુલ પ્રીત સિંહે કર્યું સ્વિમિંગ, ફેન્સે કહ્યું- ‘તમે પાણીમાં આગ લગાવી દીધી’, જુઓ Video

Rakul Preet Singh Video: રકુલ પ્રીત સિંહે (Rakul Preet Singh) તેની પહેલી જ ફિલ્મ યારિયાંથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. હવે એ ફિલ્મને 10 વર્ષ થઈ ગયા છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

-15 ડિગ્રી તાપમાનમાં રકુલ પ્રીત સિંહે કર્યું સ્વિમિંગ, ફેન્સે કહ્યું- તમે પાણીમાં આગ લગાવી દીધી, જુઓ Video
Rakul Preet Singh
| Edited By: | Updated on: May 06, 2023 | 7:21 PM

Actress Rakul Preet Singh Video Viral: બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં રકુલ પ્રીત સિંહે (Rakul Preet Singh) પોતાની એક્ટિંગથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે. રકુલે તેના કરિયરમાં અત્યાર સુધી ઘણા લીડ રોલ પ્લે કર્યા છે. તેની સુંદરતા જોઈને ફેન્સ તેના પર ફિદા થઈ જાય છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ફોટા સાથે તાપમાન વધારતી જોવા મળે છે. પરંતુ આ વખતે એક્ટ્રેસે તમામ માપદંડોને માત આપી છે. તેણે એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસમાં સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે.

રકુલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બરફની ચાદરથી ઢંકાયેલી વાદિયોની વચ્ચે સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. તાપમાનને જોતા એવું લાગે છે કે સામાન્ય માણસ તે જગ્યાએ લાંબો સમય ઉભો પણ રહી શકતો નથી. પણ રકુલ કંઈક ક્રેઝી કરવા મક્કમ હતી. તે બ્લુ કલરની પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસના ચહેરા પરથી સ્પષ્ટ દેખાય છે કે તેણે જે કર્યું છે તેના માટે ઘણી હિંમતની જરૂર છે.

સામાન્ય રીતે 10 ડિગ્રીથી ઓછા તાપમાનમાં નહાવામાં ડર લાગે છે, જ્યારે રકુલ પ્રીત સિંહે પસંદગીના કેટલાક લોકોમાં જોડાઈ છે. જેઓ માઈનસ 15 ડિગ્રીમાં ડર્યા વગર સ્વિમિંગ કરતા જોવા મળે છે. તેણે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું- ‘હું 15 ડિગ્રીમાં ક્રાયો કરી રહી છું. આવશે કોઈ?’ અહીં ક્રાયો એટલે ક્રાયોથેરાપી જે ખૂબ જ ઓછા તાપમાનમાં કરવામાં આવતી પ્રક્રિયા છે.

આ પણ વાંચો : The Kerala Story Movie Public Review: મહિલાની દર્દનાક કહાની દર્શાવે છે આ ફિલ્મ, દર્શકોએ કહ્યું- મસ્ટ વોચ

ફેન્સ પણ થઈ ગયા હેરાન

ફેન્સ પણ રકુલના આ ક્રેઝી એડવેન્ચરને જોઈને ઘણા ખુશ છે અને તેના વખાણ કરતા થાકતા નથી. એક વ્યક્તિએ લખ્યું છે કે તમે પાણીમાં ગયા તો પાણી પણ ગરમ થઈ ગયું. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે રકુલ બિકીની ક્વીન છે. આ સિવાય અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું છે કે રકુલે પાણીમાં આગ લગાવી દીધી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ છેલ્લે ફિલ્મ છત્રીવાલીમાં જોવા મળી હતી. હવે તે આયલાન અને ઈન્ડિયન 2 માં જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…