Priyanka Chopra Nick Jonas Viral Video: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનસ (Nick Jonas) અવારનવાર તેમના ફેમિલી ટાઈમની તસવીરો અને વીડિયો તેમના ફેન્સ સાથે શેર કરે છે. આ દરમિયાન કપલની કમ્પેટિબિલિટી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. હાલમાં એક્ટ્રેસે વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં નિક જોનસ ચાલતી કારમાં પોનીટેલ ખોલતો જોવા મળે છે. પ્રિયંકા ચોપરા અને નિકને એકસાથે જોવું તેમના ફેન્સ માટે ખૂબ જ રસપ્રદ છે. આવામાં પ્રિયંકાની સંભાળ લેતા નિક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. આ સાથે પ્રિયંકા ચોપરાના એક્સપ્રેશન પણ ખૂબ જ રસપ્રદ છે.
(VC: Priyanka Chopra Instagram)
નિક અવારનવાર પ્રિયંકા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. હાલમાં એક્ટ્રેસે તેની વધુ એક ઝલક શેર કરી છે. પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં નિક ટોર્ચ સાથે પ્રિયંકાના વાળ તરફ જોતો જોવા મળે છે. ત્યારબાદ તે પ્રિયંકાની પોનીટેલ ખોલી રહ્યો છે. પ્રિયંકા તેની પોનીટેલથી હેરાન હશે, તેને નિક દૂર કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘણી મહેનત બાદ નિક પ્રિયંકાની પોનીટેલ ખોલવામાં સફળ થાય છે. આ દરમિયાન એક્ટ્રેસ ક્યારેક આનંદથી હસે છે તો ક્યારેક વિચિત્ર ફેસ બનાવે છે. તેનો વીડિયો શેર કરતાં નિક જોનાસે લખ્યું, ‘પોનીટેલ કોમ્પલિકેટેડ છે.’
આ પણ વાંચો : રણબીર કપૂરનો ફોટો લેવા માટે ફેન થયો બેકાબૂ, એક્ટરે કર્યું વિચિત્ર કામ, Video જોઈને લોકો ગુસ્સે થયા
ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પ્રિયંકાના પતિ નિકની આ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે. ઘણા ફેન્સ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, જ્યારે ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં પ્રિયંકા અને નિક માટે પ્રેમ વરસાવી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે ‘ઓ.. આ બહુ ક્યૂટ છે.’ આ સિવાય અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે ‘હું પ્રાર્થના કરું છું કે દરેકને નિક જોનસ જેવો પતિ મળે, તે એક જેન્ટલમેન છે.’ આ સિવાય અન્ય ફેને લખ્યું છે કે ‘તે પોનીટેલ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે ખૂબ જ સુંદર છે.’