પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં કરશે સગાઈ? લગ્નની પણ શરૂ થઈ વાત, જાણો ઈનસાઈડ ડિટેલ્સ

Parineeti and Raghav Relationship: જ્યારથી બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, ત્યારથી ફેન્સ એક જ સવાલ પૂછી રહ્યાં છે કે, આ કપલ ક્યારે લગ્ન કરશે? આ મામલે હવે લેટેસ્ટ રિપોર્ટ્સ સામે આવ્યા છે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં કરશે સગાઈ? લગ્નની પણ શરૂ થઈ વાત, જાણો ઈનસાઈડ ડિટેલ્સ
Parineeti and Raghav
| Edited By: | Updated on: Mar 26, 2023 | 8:58 PM

Parineeti Chopra and Raghav Chadha Relationship: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટથી દૂર હતી. પરંતુ હાલમાં જ્યારે પરિણીતી ચોપરા રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી ત્યારે લોકોએ લગ્નની અટકળો શરૂ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર બંનેની એક તસવીર પણ સામે આવી છે જેના પછી લોકો અટકળો લગાવી રહ્યા છે. હવે આ કપલના લગ્નને લઈને લેટેસ્ટ ડિટેલ્સ સામે આવી છે.

રિપોર્ટ મુજબ બંનેની સગાઈને લઈને ટૂંક સમયમાં ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી શકે છે. જો સૂત્રનું માનીએ તો બંનેના પરિવારે જ્યારે લગ્નની વાત શરૂ કરી, ત્યારપછી બંને લંચ ડેટ અને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. બંને એકબીજાને ઓળખે છે અને તેમના ઈન્ટરેસ્ટ પણ એકસરખાં છે. બંને પરિવારો પણ એકબીજાને ઓળખે છે.

ક્યારે થશે લગ્ન?

સૂત્રએ વધુમાં કહ્યું કે બંનેના લગ્નનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ટૂંક સમયમાં થઈ શકે છે. બંને પરિવારો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે પરંતુ વેડિંગ ડેટ હજુ સુધી ફિક્સ કરવામાં થોડી સમસ્યા છે. તેનું કારણ કપલનું બિઝી શેડ્યુલ છે. બંને ફ્રી થાય કે તરત જ ડેટ નક્કી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે લગ્નના ફંક્શન રાખવાની તૈયારીઓ ચાલી રહી છે જેમાં કેટલાક ખાસ મહેમાનો હાજરી આપશે. એવી આશા રાખવામાં આવે છે કે પ્રિયંકા ચોપરા પણ તેની નાની બહેનના લગ્નમાં નિક જોનસ સાથે જોવા મળી શકે છે.

આ પણ વાંચો : ઋષભ પંતને લગતો સવાલ પૂછતા ઉર્વશી થઈ ગુસ્સે, કહી આ વાત, જુઓ Video

રાઘવ ચઢ્ઢાએ આપી પ્રતિક્રિયા

લંચ ડેટ પછી રાઘવ ચઢ્ઢા જ્યારે સંસદમાં પહોંચ્યા ત્યારે તેમને મીડિયાકર્મીઓએ ઘેરી લીધા હતા અને તેમને પરિણીતી ચોપરા સાથે જોડાયેલા ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. તેના પર રાઘવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તમે મને પરિણીતિના નહીં પણ રાજકારણના સવાલો પૂછો. આ પછી પણ જ્યારે મીડિયાકર્મીઓ સંતુષ્ટ ન થયા તો તેમણે કહ્યું કે ‘જ્યારે અમે કરીશું, અમે તમને ચોક્કસ જણાવીશું’. હાલમાં, આ કથિત કપલના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.