Kangana Ranaut Kedarnath: બોલિવુડની ધાકડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) બાબા ભોલેનાથના દર્શન કરવા કેદારનાથ ગઈ છે. દર્શન કર્યા બાદ એક્ટ્રેસ ખૂબ જ ખુશ જોવા મળી હતી અને હર હર મહાદેવના નારા લગાવતી જોવા મળી. આ દરમિયાન તેના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એક્ટ્રેસનો કેદરનાથનો વીડિયો અને તસવીર તેના ફેન્સ માટે શેર કર્યા છે જે ખૂબ જ ચર્ચામાં છે. કંગનાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં તે હેલિોકોપ્ટપમાં બેઠેલી જોવા મળી રહી છે અને ઉપરથી બાબા ભોલેનાથનો શાનદાર નજારો જોવા મળી રહ્યો છે. આ સાથે નીચે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ વીડિયોમાં કંગના ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને હર હર મહાદેવના નારા લગાવી રહી છે.
આ સિવાય કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં તેમની સાથે કેટલાક મહંતો પણ જોવા મળી રહ્યા છે. એક્ટ્રેસે ફૂલોની માળા પહેરી છે અને દરેકના કપાળ પર ચંદન લગાવ્યું છે. બાબા ભોલેનાથના દર્શનની ખુશી કંગનાના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
એક્ટ્રેસે લખ્યું છે કે “આખરે આજે કેદારનાથ જીના દર્શન કર્યા અને તે પણ મારા આદરણીય કૈલાશનંદજી મહારાજ અને વિજેન્દ્ર પ્રસાદજી સાથે.” કંગના રનૌતની પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. લોકો વીડિયો પર હર હર મહાદેવ કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Arijit Singh Video: સ્કૂટર પર રાશન ખરીદવા નીકળ્યા અરિજીત સિંહ!, લોકોએ કહ્યું- પૈસા બચાવી રહ્યા છો
જો કંગનાની ફિલ્મોની વાત કરીએ તો તેની છેલ્લી રીલિઝ ફિલ્મ ધાકડ હતી. આ ફિલ્મ ગયા વર્ષે થિયેટરમાં રિલીઝ થઈ હતી, જેને લોકો તરફથી બહુ પ્રતિસાદ મળ્યો ન હતો અને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. કંગનાની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સી છે, જેમાં તે દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.
Published On - 7:26 pm, Wed, 24 May 23