Kangana Ranaut: કંગના રનૌત ટ્વીટર પર પરત ફરી, અહીં જુઓ એક્ટ્રેસનું પહેલું ટ્વીટ

Kangana Ranaut Back On Twitter: કંગના રનૌત (Kangana Ranaut) દોઢ વર્ષ બાદ ટ્વીટર પર પરત ફરી છે. કંગના રનૌતે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને ફેન્સને તેના પરત ફરવાની જાણકારી આપી છે.

Kangana Ranaut: કંગના રનૌત ટ્વીટર પર પરત ફરી, અહીં જુઓ એક્ટ્રેસનું પહેલું ટ્વીટ
Kangana Ranaut
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jan 24, 2023 | 7:22 PM

બોલિવૂડની ક્વીન એટલે કે કંગના રનૌત હાલમાં તેની અપકમિંગ પોલિટિકલ ડ્રામા ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને સતત ચર્ચામાં છે. પરંતુ એક્ટ્રેસનું આજે લાઈમલાઈટમાં આવવાનું કારણ તેનું ટ્વિટર એકાઉન્ટ છે. કંગના રનૌત દોઢ વર્ષ પછી ટ્વિટર પર પરત ફરી છે. કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ 9 મે 2021માં કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, કારણ કે એક્ટ્રેસ સતત ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરતી હતી.

ટ્વિટરે કહ્યું હતું કે કંગનાએ નફરત ફેલાવવા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. આ પછી કંગનાનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે એક્ટ્રેસે પોતે પોતાના એકાઉન્ટથી ટ્વીટ કરીને લોકોને આ જાણકારી આપી છે.

અહીં જુઓ ટ્વીટ

પરત ફરવાની વ્યક્ત કરી ખુશી

એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ ગયા વર્ષે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ક્વિન માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર પરત ફરી છે. કંગનાએ હાલમાં જ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને ટ્વિટર પર તેના પરત ફરવાની જાહેરાત કરી છે. એક્ટ્રેસની આ જાહેરાતથી તમામ ફેન્સ ખૂબ જ ખુશ છે. કંગનાએ તેની ટીમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યું, ‘બધાને નમસ્કાર, અહીં પાછા આવીને સારું લાગ્યું.’ કંગના રનૌતના ફેન્સ એક્ટ્રેસની ટ્વિટને સતત રીટ્વીટ કરી રહ્યા છે. આ સાથે તેની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને પણ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : Kangana Ranaut એ ઈમરજન્સીનું પૂરું કર્યું શૂટિંગ, કહ્યું ‘ફિલ્મ માટે બધું દાવ પર લગાવી દીધું’

આ ફિલ્મમાં જોવા મળશે કંગના

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌતે હાલમાં જ તેની ફિલ્મ ‘ઈમરજન્સી’નું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મના નામ પરથી બધાએ અનુમાન લગાવ્યું હશે કે તે દેશની અત્યાર સુધીની સૌથી મોટી રાજકીય ઘટના ‘ઈમરજન્સી’ પર આધારિત છે. ‘ઈમરજન્સી’માં કંગના રનૌત દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટિંગ સિવાય એક્ટ્રેસે તેનું નિર્દેશન પણ કર્યું છે. પોલિટિકસ હિસ્ટ્રી પર બનેલી આ ફિલ્મથી કંગનાને ઘણી આશા છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ એવી આશા છે કે આ ફિલ્મ વર્ષ 2023માં જ રિલીઝ થશે.

Published On - 7:18 pm, Tue, 24 January 23