જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સેલિબ્રિટી ફેમિલીમાંથી છે. આ કારણે તે બાળપણથી જ લોકોની નજરમાં રહી હતી. શાળાના દિવસોમાં પણ તેમનું બાળપણ સામાન્ય બાળક જેવું ન હતું. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેને કહ્યું કે તે નાની હતી ત્યારે પણ કેમેરા તેના જીવનનો એક ભાગ હતો. ધડકથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર જાહ્નવી કપૂરે કેટલીક એવી વાતો જણાવી છે જે તમને હેરાન કરી શકે છે.
હાલના એક ઈન્ટરવ્યુમાં જાહ્નવી કપૂરે AI અને ફોટો મોર્ફિંગ પર એક મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુમાં જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે કોઈએ તેના ફોટો સાથે છેડછાડ કરી હતી. આ સમાચાર સમગ્ર સ્કૂલમાં ફેલાઈ ગયા હતા. આ પછી તેને ઘણી મુશ્કેલી સામનો કરવો પડ્યો.
ત્યારબાદ જાહ્નવી કપૂર કહે છે કે તે તસવીરો સાથે છેડછાડ કરીને તેના ફોટોને અશ્લીલ બનાવવામાં આવી હતી. આ પછી તે ફોટા આખી શાળામાં ફેલાઈ ગયા. જાહ્નવી કપૂર આગળ કહે છે કે આ બધું થયા પછી જાહ્નવી કપૂરના મિત્રોનું તેના પ્રત્યેનું વર્તન બિલકુલ બદલાઈ ગયું. બધાએ તેની સામે વિચિત્ર રીતે જોતા હતા.
પોતાની સ્કૂલની આ સ્ટોરી શેર કરતી વખતે જાહ્નવી કપૂરે AI ટેક્નોલોજી પર ચિંતા વ્યક્ત કરી હતી. કહ્યું કે આજકાલ ટેક્નોલોજી અને AIનો જમાનો છે. આ સમયે કોઈપણનો ફોટો મોર્ફ કરી શકાય છે. આ બાબત તેને ઘણી હેરાન કરે છે. જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો હાલમાં જ OTT પર રિલીઝ થયેલી ‘બવાલ’માં વરુણ ધવન સાથે જોવા મળી હતી. ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી હતા.
આ પણ વાંચો: Kalaastar Song: સોનાક્ષી અને હની સિંહની જોડી 9 વર્ષ બાદ પરત ફરી, ટીઝરે મચાવી ધૂમ, જાણો ક્યારે રિલીઝ થશે ગીત
આજે AIનો જમાનો છે. આપણે બધા અમુક અંશે આપણી પ્રાઈવસીને લઈને સર્તક રહીએ છીએ. ફોટોગ્રાફ્સના ઉપયોગને લઈને પણ વિવાદો ચાલુ છે. હાલમાં જ અનિલ કપૂરે પણ નિવેદન જાહેર કર્યું હતું કે તેમનો ફોટો વગર કોન્ટેસ્ટ વિના ઉપયોગ કરી શકાશે નહીં.