
બી ટાઉનના સૌથી હોટ કપલ્સમાંથી એક રણવીર અને દીપિકા આ હાલમાં તેમની પર્સનલ લાઈફ વિશે વધુ ખુલીને વાત કરી રહ્યા છે. એટલા માટે એક ઈવેન્ટમાં દીપિકાએ પોતાના ‘રોકી’ એટલે કે રણવીર વિશે એવી વાત કહી, જેને સાંભળીને ‘પેશ્વા બાજીરાવ’ ગુસ્સે થઈ જશે. લગ્ન પછી બંને એકબીજાના સીક્રેટ્સ વિશે ઘણી વાતો કરી રહ્યા છે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બંને ક્યૂટ કપલ એક ઈવેન્ટમાં ગયા હતા જ્યાં તેમને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. દીપિકાની પસંદ અને નાપસંદ, દીપિકાને પણ રણવીરના લૂક વિશે પૂછવામાં આવ્યું. આ પછી એવો સવાલ આવ્યો જેના જવાબ સાંભળીને રણવીર શોક્ડ થઈ ગયો.
દીપિકાને રણવીરને લઈને બ્યુટી સિક્રેટ્સ વિશે બોલવાનું કહેવામાં આવ્યું. પછી દીપિકાએ તરત જ જવાબ આપ્યો કે તે મારા કરતાં બાથરૂમમાં વધુ સમય વિતાવે છે, જ્યાં તે લાંબા સમય સુધી શાવર લે છે, ટોયલેટમાં ઘણો સમય વિતાવે છે અને તૈયાર થવામાં પણ મારા કરતા વધુ સમય લગાવે છે.
તાજેતરમાં લંડનના મ્યુઝિયમ મેડમ તુસાદમાં દીપિકા પાદુકોણનું વેક્સ સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે. દીપિકા લંડન પહોંચી અને પતિ રણવીર સિંહ અને પિતા પ્રકાશ પાદુકોણ સાથે આ વેક્સ સ્ટેચ્યૂના અનાવરણ સમારોહમાં ભાગ લીધો. એક્ટ્રેસના આ સ્ટેચ્યૂને ‘ધ સ્ટેચ્યુ ઓફ પર્પઝ’ નામ આપવામાં આવ્યું છે.
આ પહેલીવાર નથી જ્યારે બંનેએ એકબીજા વિશે ખુલીને વાત કરી હોય. આ પહેલા પણ બંનેએ શો કોફી વિથ કરણમાં એકબીજાના સીક્રેટ્સ અને પર્સનલ વાતો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જેના કારણે બંને ચર્ચામાં રહ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બંને પોત પોતાની ફિલ્મોને લઈને લાઈમલાઈટમાં રહે છે.
આ પણ વાંચો: આટલો મોંઘો કો-ઓર્ડ સેટ પહેરીને પતિની મેચ જોવા ગઈ અનુષ્કા શર્મા, કિંમત જાણીને થઈ જશો હેરાન