‘પ્રોજેક્ટ K’નો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ, એક્ટ્રેસના બર્થડે પર ફેન્સને મળી સૌથી મોટી ગિફ્ટ

|

Jan 05, 2023 | 6:10 PM

Deepika Padukone Poster Out From Project K: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી તેની એક્ટિંગથી બધાને પોતાના દિવાના બનાવ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસના બર્થ ડે પર તેની અપકમિંગ ફિલ્મ 'પ્રોજેક્ટ કે'નો તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

પ્રોજેક્ટ Kનો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ, એક્ટ્રેસના બર્થડે પર ફેન્સને મળી સૌથી મોટી ગિફ્ટ
Deepika Padukone
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી તેની એક્ટિંગથી બધાને પોતાના દિવાના બનાવ્યા છે. આવામાં હવે તે ધીરે ધીરે પૈન ઈન્ડિયા એક્ટ્રેસ બનવા તરફ આગળ વધી છે. દીપિકા પાદુકોણ આજે તેનો 37મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. આજે એક્ટ્રેસના બર્થ ડે પર તેને ઘણી ખાસ ગિફ્ટ્સ મળી છે. બાદશાહ શાહરૂખ ખાને દીપિકાને તેના બર્થ ડે પર શુભેચ્છા પાઠવી હતી જ્યાં શાહરૂખે તેની ફિલ્મ ‘પઠાન’નું નવું પોસ્ટર શેયર કર્યું હતું. એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નો તેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

‘પ્રોજેક્ટ કે’ના મેકર્સે દીપિકાના બર્થ ડે પર તેના ફેન્સ માટે સૌથી મોટી ગિફ્ટ શેયર કરી છે. મેકર્સે એક્ટ્રેસનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેયર કર્યું છે. આ પોસ્ટર ખૂબ જ એટ્રેક્ટિવ છે. આ પોસ્ટરમાં માત્ર દીપિકાનો પડછાયો જ દેખાય છે. તેનો ફેસ સંપૂર્ણ દેખાતો નથી. પોસ્ટર પર લખ્યું છે, અ હોપ ઈન ધ ડાર્ક એટલે કે આશાનું નવું એક કિરણ. એક્ટ્રેસ તેના આ પોસ્ટરમાં એક પથ્થર પર ઉભેલી જોવા મળી રહી છે. તેનો દેખાવ એકદમ યોદ્ધા જેવો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અહીં જુઓ દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક

આ પોસ્ટર જોયા બાદ એવું લાગે છે કે જાણે આ કોઈ હોલીવુડ ફિલ્મનું પોસ્ટર હોય. તેની સાથે નીચે લખ્યું છે કે, હેપ્પી બર્થ ડે દીપિકા, ટીમ ‘પ્રોજેક્ટ કે’. તમને જણાવી દઈએ કે આ ​​ફિલ્મમાં દીપિકા પહેલીવાર પૈન ઈન્ડિયા સ્ટાર બાહુબલી પ્રભાસ સાથે કામ કરવા જઈ રહી છે. પ્રભાસ સિવાય આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મના ડાયરેક્ટર નાગા અશ્વિન છે.

પ્રભાસની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મનું બજેટ પણ વધુ છે. આ ફિલ્મ અશ્વિની દત્ત દ્વારા વૈજયંતી મૂવીઝના બેનર હેઠળ બનાવવામાં આવશે. મળતી માહિતી મુજબ ‘પ્રોજેક્ટ કે’નું અડધાથી વધુ શૂટિંગ પૂરું થઈ ગયું છે. બાકીનું શૂટિંગ પણ આવનારા થોડા મહિનામાં પૂરું કરવામાં આવશે. પરંતુ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં ઘણો સમય લાગશે. એવું માનવામાં આવે છે કે ‘પ્રોજેક્ટ કે’ વર્ષ 2024 સુધીમાં રિલીઝ થશે.

Next Article