Anushka Sakshi Friendship : અનુષ્કા શર્મા અને ધોનીની પત્ની સાક્ષી નાનપણથી છે મિત્રો, એક જ સ્કૂલમાં ભણતી હતી, જુઓ તસવીરો

Anushka Sharma Sakshi Dhoni Pics: એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને એમએસ ધોનીની (Mahendra Singh Dhoni) પત્ની સાક્ષી સિંહ બાળપણના મિત્રો છે. બંનેની બાળપણની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Anushka Sakshi Friendship : અનુષ્કા શર્મા અને ધોનીની પત્ની સાક્ષી નાનપણથી છે મિત્રો, એક જ સ્કૂલમાં ભણતી હતી, જુઓ તસવીરો
Anushka sharma and Sakshi Dhoni
| Edited By: | Updated on: May 30, 2023 | 6:39 PM

Anushka Sharma Sakshi Dhoni Pics: ફેમસ ફિલ્મ એક્ટ્રેસ અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સિંહ (Sakshi Dhoni) વચ્ચે ક્નેક્શન છે. આ વાત બહુ ઓછા લોકો જાણે છે અનુષ્કા શર્મા અને સાક્ષી બાળપણથી જ મિત્રો છે. બંનેએ સાથે અભ્યાસ કર્યો હતો.

અનુષ્કા શર્મા અને સાક્ષીની કેટલીક જૂની તસવીરો હાલમાં વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુષ્કા શર્મા અને સાક્ષી સિંહ બાળપણમાં આસામમાં સાથે ભણતા હતા. સ્કૂલના દિવસોની તસવીરમાં બંને સાથે જોવા મળે છે.

અનુષ્કા અને સાક્ષી સ્કૂલમાં સાથે કરતા હતા અભ્યાસ

સ્કૂલની તસવીર ત્યારની છે જ્યારે અનુષ્કા શર્માના પિતા રિટાયર્ડ કર્નલ અજય કુમાર શર્મા આસામમાં પોસ્ટેડ હતા. તે દિવસોમાં અનુષ્કા શર્મા સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ખાસ વાત એ છે કે સાક્ષીએ પણ આ સ્કૂલમાંથી જ અભ્યાસ કર્યો છે.

35 વર્ષની અનુષ્કા શર્માએ વર્ષ 2008માં ફિલ્મ રબને બના દી જોડીથી શાહરુખ ખાન સાથે તેના કરિયરના શરુઆત કરી હતી. તેની આ ફિલ્મ હીટ રહી હતી. ત્યારબાદ તેણે પાછું ફરીને જોયું નથી અને ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. સાક્ષીની વાત કરીયે તો તેણે સ્કુલિંગ પછી હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી હતી.

આ પણ વાંચો : Kriti Sanon Adipurush: નાસિકના સીતા ગુફા મંદિરમાં દર્શન કરવા પહોંચી કૃતિ સેનન, ‘આદિપુરુષ’ના ગીત પર કરી આરતી, જુઓ Video

બંનેએ ક્રિકેટર જોડે કર્યા લગ્ન

સાક્ષી સિંહ અને અનુષ્કા શર્મા વચ્ચે એક વાત કોમન છે કે બંનેએ ક્રિકેટરને પોતાના લાઈફ પાર્ટનર બનાવ્યા છે. સાક્ષી સિંહે વર્ષ 2010માં મહેન્દ્ર સિંહ ધોની સાથે લગ્ન કર્યા હતા. જ્યારે અનુષ્કા શર્માએ વર્ષ 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. બંને ઘણીવાર સ્ટેડિયમમાં પોતાના પતિને ચીયર કરવા માટે જોવા મળે છે. સાક્ષી IPLની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર હતી. ચેન્નાઈએ રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સને ફાઇનલમાં કારમી હાર આપી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો