અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને એકસાથે અનેક ઈવેન્ટ્સ અને ફંક્શનમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તાજેતરમાં તેમના લગ્નની ચર્ચાઓ થવા લાગી હતી. ઘણા મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણ બંને લગ્નના બંધનમાં બંધાય ગયા છે. હવે ગુરુવારે અદિતિએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેણે કહ્યું કે તે પરિણીત નથી પરંતુ સિદ્ધાર્થ સાથે સગાઈ કરી છે.
તસવીરમાં સિદ્ધાર્થ અને અદિતિ કેમેરા તરફ જોઈ રહ્યાં છે. તે તેની સગાઈની રિંગ બતાવી રહ્યો છે. એક્ટ્રેસે ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘તેણે હા કહ્યું. સગાઈ.’ આગળ તેણે હાર્ટ અને રિંગની ઈમોજી બનાવી. આયુષ્માન ખુરાના, મનીષા કોઈરાલા, કૃતિકા કામરા અને સોફી ચૌધરીએ કપલને અભિનંદન પાઠવ્યા છે.
એવા રિપોર્ટ હતા કે 26 માર્ચે તેઓએ તેલંગાણાના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. હવે એવું લાગે છે કે તે દિવસે મંદિરમાં તેમની સગાઈ થઈ ગઈ હતી. ગઈ કાલે જ્યારે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ની રિલીઝ ડેટની જાહેરાત કરવા માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અદિતિ હાજર ન હતી, જેના પછી આ અફવાઓએ વધુ જોર પકડ્યું હતું.
અદિતિ અને સિદ્ધાર્થ તેલુગુ ફિલ્મ ‘મહાસમુદ્રમ’ (2021)માં કામ કરતી વખતે નજીક આવ્યા હતા. બંનેએ તેમના સંબંધોને લાંબા સમય સુધી છુપાવીને રાખ્યા. ધીમે ધીમે તેઓ પ્રીમિયર અને અન્ય ઈવેન્ટ્સમાં સાથે દેખાવા લાગ્યા. અદિતિએ આ પહેલા એક્ટર સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘હીરામંડી’ સિવાય તે ‘ગાંધી ટોક્સ’ અને ‘લાયનેસ’માં જોવા મળશે.
આ પણ વાંચો: આ ફિલ્મના સેટ પર અદિતિ રાવ સાથે પ્રેમમાં પડ્યો સિદ્ધાર્થ, જાણો કેવી રીતે શરૂ થઈ લવસ્ટોરી
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો