
Who Is Anjini Dhawan: બોલિવુડ એક્ટર વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને તેના ડાન્સ મૂવ્સથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. કેટરિના કૈફના ગીત પર અંજિનીએ શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે કે ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી. અંજિની અવારનવાર બોલિવુડ ગીતો પર તેના ડાન્સ વીડિયો શેયર કરતી રહે છે. આ વખતે તેને સૈફ કેટરીનાની ફિલ્મ રેસના ગીત ‘ખ્વાબ દેખે’ પર શાનદાર ડાન્સ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં અંજિની વચ્ચે ડાન્સ કરી રહી છે. જ્યારે તેની સાથે વધુ બે લોકો ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો શેયર કરતી વખતે અંજિનીએ તેનો ક્રેડિટ તેના કોરિયોગ્રાફર શાઝિયા શામજી અને પીયૂષ ભગતને આપ્યો હતો. આ વીડિયોના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. અંજિનીના ફેન તેના ડાન્સ અને સ્ટાઈલ પર ફિદા થઈ ગયા છે.
અંજિની સ્ટારકિડ્સ હોવાના કારણે ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે. તેના ડાન્સના એક્ટ્રેસ શનાયા કપૂરે પણ વખાણ કર્યા છે. શનાયાએ હાર્ટ ઈમોજી શેયર કર્યું છે, જ્યારે એક્ટ્રેસ આકાંક્ષા શર્માએ અંજિનીના વખાણ કરતું ફાયર ઈમોજી શેયર કર્યું છે. આ વીડિયોમાં અંજિની તેના કાકા વરુણ ધવનની ફિલ્મ જુગજુગ જીયોના પંજાબી ગીત પર પણ ડાન્સ કરી રહી છે.
અંજિની જેટલી સુંદર દેખાય છે તેટલી જ સુંદર રીતે ડાન્સ પણ કરે છે. અંજિની સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા પણ શેયર કરતી રહે છે. આ તસવીરો અને વીડિયો જોઈને લાગે છે કે અંજિની બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
અંજિની ધવન વરુણ ધવનની ભત્રીજી છે. તેમના દાદા અનિલ ધવન હતા જે તેમના જમાનામાં ફેમસ એક્ટર હતા. અનિલ ધવન ડેવિડ ધવનના ભાઈ છે. અંજિની અનિલ ધવનના પુત્ર સિદ્ધાર્થ ધવનની પુત્રી છે. સિદ્ધાર્થ ધવને ફિલ્મો અને ટીવીમાં કામ કર્યું છે. તેને ‘મહેંદી તેરે નામ કી’, ‘કિસ દેસ મેં નિકલા હોગા ચાંદ’ જેવી ટીવી સિરિયલોમાં લીડ રોલ પ્લે કર્યો છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…