મજૂર સાથે આ અંદાજમાં જોવા મળ્યો સોનુ સૂદ, જીત્યું ફેન્સનું દિલ, જુઓ Viral Video

સોનુ સૂદે (Sonu Sood) પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતે ઈંટો બનાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.

મજૂર સાથે આ અંદાજમાં જોવા મળ્યો સોનુ સૂદ, જીત્યું ફેન્સનું દિલ, જુઓ Viral Video
Sonu Sood
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jun 04, 2023 | 6:03 PM

Mumbai: સોનુ સૂદ (Sonu Sood) એક ભારતીય એક્ટર છે જેણે પોતાની ફિલ્મી કરિયરની સાથે સાથે વાસ્તવિક જીવનમાં પણ લોકો માટે મહત્વપૂર્ણ કામ કર્યું છે. જેના કારણે આજે તે લોકો માટે મસીહા બની ગયો છે. સોનુ સૂદે કોવિડ મહામારી રોગચાળા દરમિયાન લાખો લોકોની મદદ કરી છે. 2020 ના અંતમાં ભારતમાં લોકડાઉનને કારણે ઘણા લોકોને ઘરથી દૂર રહેવાની ફરજ પડી હતી અને ઘણા લોકો માસિક આવકથી વંચિત હતા. આવી પરિસ્થિતિમાં સોનુ સૂદે પોતાની ટ્વિટર પોસ્ટ દ્વારા કહ્યું કે જેમને મદદની જરૂર છે તેઓએ તેમનો સંપર્ક કરવો. તેને ટ્વિટર પર લોકોના સંપર્ક નંબર અને અન્ય માહિતી માંગી અને તેમને મદદ કરી.

અહીં જુઓ વીડિયો

પોતાના હાથથી બનાવી ઈંટો

આ વીડિયોમાં એક્ટર ઈંટો બનાવવા ગયો અને પોતાના હાથથી ઇંટ પણ બનાવી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર કેપ્શન સાથે શેર કર્યો છે, “દેશનો મજૂર જ દેશ બનાવે છે”. આ વીડિયોમાં ઈંટ બનાવનાર બીબામાં માટી ભરે છે અને તેને ઈંટનો આકાર આપે છે. આ દરમિયાન એક્ટર ત્યાં હાજર મજૂરો સાથે વાત કરતો જોવા મળે છે. આ વીડિયો અપલોડ થતાની સાથે જ લાખો લોકોના વ્યૂઝ મળ્યા હતા. આ સાથે ફેન્સ પણ કોમેન્ટ કરીને તેના કામના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેટરીના કૈફ સાફ સફાઈ કરતી મળી જોવા, એક્ટ્રેસનો આ અંદાજ જોઈ ફેન્સ થયા હેરાન, જુઓ Video

કોરોના કાળમાં બન્યો મસીહા

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર કરિયર બનાવનાર એક્ટર સોનુ સૂદ ફરી એકવાર ચર્ચામાં છે. કોરોના કાળ પછી એક્ટર સાચા હીરો તરીકે ઉભરીને સામે આવ્યો છે. જેમને ભારતના દરેક ખૂણે પ્રેમ, આદર અને સન્માન મળે છે. ત્યારથી સોનુ સૂદ લોકોના નિયમિત સંપર્કમાં છે અને તેમની મદદ ચાલુ રાખી છે. તેને લાખો લોકોને સતત મદદ કરી છે. તેને પોતાને એક સામાન્ય માનવી તરીકે સાબિત કર્યો છે અને તેની પ્રતિભા અને સંપર્કો દ્વારા અન્ય લોકો સાથે સંબંધો જાળવી રાખ્યા છે. તેની સહાયતા અને સમર્પણએ તેને એક માર્ગદર્શક અને પ્રેરણા તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે જે અન્ય લોકોને સારું કરવા માટે પ્રેરણા આપે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો