સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ગુંજી કીલકારી, સોનમ કપૂરે આપ્યો પુત્રને જન્મ

સોનમ કપૂર અને આનંદ આહુજા લાંબા સમયથી તેમના બાળકના આગમનની રાહ જોઈ રહ્યા હતા. હવે કપૂર પરિવારમાં કિલકારી ગુંજી ઉઠી છે. સોનમે પુત્રને જન્મ આપ્યો છે.

સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ગુંજી કીલકારી,  સોનમ કપૂરે આપ્યો પુત્રને જન્મ
સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ગુંજી કીલકારી
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Aug 20, 2022 | 4:45 PM

સોનમ કપૂર અને આનંદ આહુજા ( Anand Ahuja)એ શનિવારે બપોરે બાળકનું સ્વાગત કર્યું. પીઢ અભિનેત્રી નીતુ કપૂરે તેના માતાપિતાનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેમાં લખ્યું હતું, “20.08.2022 ના રોજ, અમે અમારા સુંદર બાળક (baby boy)નું સ્વાગત કર્યું. આ પ્રવાસમાં અમને સાથ આપનાર તમામ ડોકટરો, નર્સો, મિત્રો અને પરિવારજનોનો આભાર. આ તો માત્ર શરૂઆત છે પરંતુ અમે જાણીએ છીએ કે અમારું જીવન હંમેશ માટે બદલાઈ જશે, સોનમ અને આનંદ.” તમને જણાવી દઈએ કે સોનમ કપૂરે એક પુત્રને જન્મ આપ્યો છે.

Actress #SonamKapoor and Anand Ahuja blessed with a baby boy . pic.twitter.com/lr9XJlSMwa

— Tv9 Gujarati (@tv9gujarati) August 20, 2022

એક સુંદર પુત્રને જન્મ આપ્યો

સોનમ કપૂર તેની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. પરંતુ લાંબી રાહ જોયા બાદ આખરે શનિવારે તે માતા બની છે અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. સોનમ કપૂરની ડિલિવરીનો ખુલાસો રણબીર કપૂરની માતા નીતુ કપૂરે કર્યો છે. તેણે સોનમ અને આનંદ દ્વારા જાહેર કરાયેલી પોસ્ટ શેર કરીને તેણીને અભિનંદન પાઠવ્યા હતા.સોનમ કપૂર (Sonam Kapoor) અને આનંદ આહુજા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેયર કરતા રહે છે. તે બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

 

 

 

વર્ષ 2018માં લંડન સ્થિત ઉદ્યોગપતિ આનંદ આહુજા લગ્ન કર્યા

સોનમની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દુલકર સલમાન મુખ્ય ભૂમિકામાં હતા. જોકે ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો નહોતો.અભિનેત્રી સોનમ કપૂર અને પતિ આનંદ આહુજા એ બોલીવુડના લોકપ્રિય સ્ટાર કપલમાંના એક ગણાય છે.તમને જણાવી દઈએ કે, સોનમ કપૂર વર્ષ 2018માં લંડન સ્થિત ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે એક પ્રાયવેટ સેરેમનીમાં લગ્નના બંધને બંધાઈ હતી. આજે સોનમે બાળકને જન્મ આપતા જ તેના ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહયા છે.

Published On - 4:25 pm, Sat, 20 August 22