જવાનની સફળતા પાછળ શું છે સ્ટોરી? જાણો શાહરુખ ખાને શું કહ્યું, જુઓ Video

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) જવાનનો દેશ વિદેશમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે. આ દરમિયાન કિંગ ખાને પોતે જવાન બનવા પાછળની સ્ટોરી કહી છે. મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ ખાને ઘણી વાતો શેર કરી હતી. કિંગ ખાને જણાવ્યું કે જવાનને બનાવવામાં કેટલા વર્ષ લાગ્યા, કેટલા લોકોએ મહેનત કરી. શાહરૂખ ખાનની સાથે ફિલ્મના ડાયરેક્ટર એટલી, વિજય સેતુપતિ અને ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળેલી દીપિકા પાદુકોણ પણ પહોંચી હતી.

જવાનની સફળતા પાછળ શું છે સ્ટોરી? જાણો શાહરુખ ખાને શું કહ્યું, જુઓ Video
Shah Rukh Khan
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Sep 15, 2023 | 9:58 PM

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) જવાને 8 દિવસમાં દુનિયાભરમાં 696 કરોડ રૂપિયાની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. થિયેટરોમાં આજકાલ જવાન જ ચાલી રહી ​​છે. પોતાની ફિલ્મની જોરદાર સફળતા વચ્ચે, શાહરુખ ખાને એક પ્રેસ કોન્ફરન્સ કરી, જ્યાં તેણે ઘણી બાબતોનો ખુલાસો કર્યો. કિંગ ખાને જણાવ્યું કે જવાનને બનાવવામાં કેટલા વર્ષ લાગ્યા, કેટલા લોકોએ મહેનત કરી.

મુંબઈમાં આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શાહરૂખ ખાનની સાથે ફિલ્મના ડાયરેક્ટર એટલી, વિજય સેતુપતિ અને ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળેલી દીપિકા પાદુકોણ પણ પહોંચી હતી. શાહરૂખે સ્ટેજ પર જોરદાર એન્ટ્રી કરી, કિંગ ખાનની એન્ટ્રી થતાં જ બૂમો પડવા લાગી.

શાહરૂખે લોકોનો માન્યો આભાર

શાહરૂખ ખાને દીપિકા, વિજય, નયનતારા દરેકનો આભાર માન્યો હતો. સુનીલ ગ્રોવર વિશે તેને કહ્યું, “તે કમાલ એક્ટર છે અને મારી પાસે કોઈ જવાબ નથી.” શાહરુખે ફિલ્મના તમામ ટેક્નિશિયન અને અન્ય ટીમના સભ્યોનો આભાર માન્યો જેમણે કેમેરા પાછળ સખત મહેનત કરી. તેને જવાનના કો-પ્રોડ્યુસર ગૌરવ વર્માનો આભાર માન્યો હતો. તેને તેની મેનેજર પૂજા દદલાનીની પણ પ્રશંસા કરી હતી. શાહરૂખે કહ્યું કે આ બે-ત્રણ લોકો છે જેમની આખી ટીમ, લગભગ 100 લોકોએ ખૂબ મહેનત કરી છે.

ચાર વર્ષની મહેનત છે જવાન

શાહરૂખે કહ્યું કે જવાનને બનાવવામાં ચાર વર્ષ લાગ્યા. આ ફિલ્મ માટે સાઉથ સિનેમાના સ્ટાર્સ મુંબઈમાં શિફ્ટ થયા અને ચાર વર્ષ સુધી રાત-દિવસ કામ કર્યું. એવા ઘણા લોકો છે જેઓ તેમના ઘરે ગયા નથી. કિંગ ખાને એટલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના બાળકોનો પણ અહીં જન્મ થયો છે.

એટલીએ શું કહ્યું?

જવાન બનવા માટે લોકોએ માત્ર મહેનત જ નથી કરી, પરંતુ તેની સાથે ઘણા પૈસા પણ ખર્ચ્યા છે. આ ફિલ્મ પર લગભગ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એટલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “આભાર શાહરૂખ સર. “કોરોના સમયે, જ્યારે કોઈ 30-40 કરોડ રૂપિયા ખર્ચવા માંગતું ન હતું, ત્યારે તેણે 300 કરોડ રૂપિયાની ફિલ્મ બનાવી.”

આ પણ વાંચો: The Vaccine War: ડોક્ટર બલરામ ભાર્ગવે વેક્સીન વોર માટે લીધી માત્ર આટલી ફી, પલ્લવી જોશીનો મોટો ખુલાસો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો