Viral Video: સંજય દત્તે ફેન સાથે કર્યું આવુ વર્તન, વીડિયો વાયરલ થતા લોકો થયા ગુસ્સે

Sanjay Dutt Viral Video: સંજય દત્તનો (Sanjay Dutt) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સંજય દત્ત સેલ્ફી લેવા માટે તેના એક ફેનને સાઈડમાં કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને ફેન્સ ગુસ્સે થઈ રહ્યા છે.

Viral Video: સંજય દત્તે ફેન સાથે કર્યું આવુ વર્તન, વીડિયો વાયરલ થતા લોકો થયા ગુસ્સે
Sanjay Dutt
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jun 03, 2023 | 6:13 PM

Mumbai: બોલિવુડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર સ્ટાર્સમાંથી એક સંજય દત્ત (Sanjay Dutt) પોતાની સ્ટાઈલથી લોકોના દિલ પર રાજ કરે છે. પરંતુ સંજય દત્તનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના માટે તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સંજય દત્ત માટે પોતાની નારાઝગી વ્યક્ત કરી રહ્યા છે. સંજય દત્ત હાલમાં જ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને તેને જોતા જ ફેન્સ સેલ્ફી લેવા લાગ્યા હતા. સંજય દત્તને ફેન્સની સેલ્ફી લેવી ગમી ન હતી અને તેણે હાથ વડે એક ફેનને બાજુ પર ધકેલી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

સંજય દત્તના વર્તનથી લોકો થયા નારાજ

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સંજય દત્તનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સંજય દત્ત એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે. સંજય દત્તને જોઈને તેના ફેન્સે તેને ઘેરી લીધો અને સેલ્ફી લેવાનું શરૂ કરી દીધું. સંજય દત્તને આ વાત પસંદ ન આવી અને તેણે ફેનના ખભા પર હાથ મૂકીને તેને ધક્કો મારી દીધો. ફેન્સ પ્રત્યે સંજય દત્તનું આ વર્તન જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને તેને ઉગ્ર શબ્દોમાં કહ્યું. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘આટલો એટીટ્યૂડ.’ એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘સંજય દત્તે આ યોગ્ય કર્યું નથી.’ આ સિવાય એક યુઝરે લખ્યું છે કે, ‘સેલ્ફી લેવા માટે આ ફેન શા માટે આત્મસન્માન દાવ પર લગાવે છે.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘એવું લાગે છે કે તે હંમેશા નશામાં રહે છે.’

આ પણ વાંચો: બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળી અદિતિ રાવ હૈદરી, લોકોને લાગ્યું કંગના રનૌત છે, એક્ટ્રેસની પ્રતિક્રિયા થઈ વાયરલ, જુઓ Video

સંજય દત્તના અપકમિંગ પ્રોજેક્ટ્સ

વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્તની ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે. સંજય દત્ત ફિલ્મ ‘ધ ગુડ મહારાજા’, ફિલ્મ ‘ઘુડચઢી’, ફિલ્મ ‘બાપ’માં જોવા મળશે. આ સિવાય સંજય દત્ત ફિલ્મ ‘લિયો’ અને ફિલ્મ ‘જવાન’માં કેમિયો કરતો જોવા મળશે. સંજય દત્ત છેલ્લે વર્ષ 2022માં થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળ્યો હતો. સંજય દત્તના ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો