આદિપુરુષ જોવા પહોંચ્યો સૈફ અલી ખાન, પુત્ર ઈબ્રાહિમ અને તૈમૂર સાથે મળ્યા જોવા, જુઓ Viral Video

સૈફ અલી ખાને (Saif Ali Khan) આદિપુરુષ ફિલ્મમાં લંકેશનો રોલ પ્લે કર્યો છે. હાલમાં તે પોતાના બે પુત્રો સાથે ફિલ્મ જોવા માટે સિનેમા હોલમાં પહોંચ્યો છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે.

આદિપુરુષ જોવા પહોંચ્યો સૈફ અલી ખાન, પુત્ર ઈબ્રાહિમ અને તૈમૂર સાથે મળ્યા જોવા, જુઓ  Viral Video
Saif Ali Khan
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jun 17, 2023 | 6:00 PM

Mumbai: સૈફ અલી ખાન (Saif Ali Khan) તેના બે પુત્રો તૈમુર અને ઈબ્રાહીમ અલી ખાન સાથે હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરુષ (Adipurush) જોવા માટે મુંબઈના એક મલ્ટીપ્લેક્સમાં પહોંચ્યા છે. તે મુંબઈના એક સિનેમા હોલની બહાર કારમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. તેના બંને પુત્રો પણ જોવા મળે છે. દરેકના ફેસ પર સ્માઈલ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષ 16 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. જ્યારે આ ફિલ્મને મિક્સ રિએક્શન મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મમાં સની સિંહની પણ મહત્વના રોલમાં છે. ફિલ્મને મળેલી મિક્સ રિએક્શન વચ્ચે તેને બમ્પર ઓપનિંગ કરી છે. આ ફિલ્મને લઈને ફેન્સમાં જોરદાર ઉત્સુકતા છે.

આદિપુરુષ જોવા પહોંચ્યો સૈફ અલી ખાન

સૈફ અલી ખાન હાલમાં તેના બે પુત્રો તૈમુર અને ઈબ્રાહિમ અલી ખાન સાથે સિનેમા હોલની બહાર જોવા મળ્યો છે. તેઓ આદિપુરુષના જોવા પહોંચ્યા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાને લંકેશનો રોલ પ્લે કર્યો છે. તે લાઈટ બ્લુ કલરની ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલો જોવા મળે છે. તૈમુરે બ્લુ જર્સી અને મેચિંગ શોર્ટ્સ પહેર્યું છે. તેના મોટા ભાઈ ઈબ્રાહિમે બ્લેક કલરની હૂડી પહેરી હતી.

આ પણ વાંચો : આલિયા ભટ્ટને જોઈને પાપારાઝીએ કહ્યું સીતા, શરમાઈ ગઈ એક્ટ્રેસ, રામાયણ ફિલ્મમાં રણબીરની ઓપોઝિટ કાસ્ટની ચર્ચા, જુઓ Video

આદિપુરુષના નિર્માતાઓએ હાલમાં જાહેરાત કરી હતી કે ભગવાન હનુમાન માટે સ્ક્રીનીંગ દરમિયાન એક સીટ ખાલી રાખવામાં આવશે. આ ફિલ્મમાં રાઘવના રોલમાં પ્રભાસ, જાનકીના રોલમાં કૃતિ સેનન અને લક્ષ્મણના રોલમાં સની સિંહ છે. દેવદત્ત નાગે હનુમાનના રોલમાં છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે શાનદાર ઓપનિંગ કર્યું છે. આદિપુરુષના ઓપનિંગ ડેના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ 150 કરોડને પાર કરી દીધો છે. જોકે આ પ્રાથમિક આંકડા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:00 pm, Sat, 17 June 23